ETV Bharat / city

CM ભૂપેન્દ્ર પટેલની સરકારને 1 વર્ષ થઈ રહ્યું છે પૂર્ણ, જન્મદિવસની જેમ કરાશે ઉજવણી

author img

By

Published : Sep 12, 2022, 11:44 AM IST

રાજ્યમાં 12 સપ્ટેમ્બર 2021ના દિવસે નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ હતી. ત્યારે હવે તેમને મુખ્યપ્રધાન તરીકે એક વર્ષ પૂર્ણ થયું છે. તો આવો જાણીએ આ એક વર્ષમાં રાજ્યમાં શું શું બદલાયું અને શું નવું થયું. Bhupendra Patel, Chief Minister of Gujarat.

CM ભૂપેન્દ્ર પટેલની સરકારને 1 વર્ષ થઈ રહ્યું છે પૂર્ણ, જન્મદિવસની જેમ કરાશે ઉજવણી
CM ભૂપેન્દ્ર પટેલની સરકારને 1 વર્ષ થઈ રહ્યું છે પૂર્ણ, જન્મદિવસની જેમ કરાશે ઉજવણી

ગાંધીનગર રાજ્યમાં વિશ્વ મહામારીની બીજી લહેરમાં (covid pandemic in india) ગુજરાત રાજ્યની પરિસ્થિતિ (covid situation in gujarat) ખૂબ જ વિકટ બની હતી. તેમાં પણ કેન્દ્ર સરકારે તમામ કેન્દ્રિય પ્રધાનો અને પ્રભારીઓને રાજ્યો બાબતે પરિસ્થિતિની તાગ મેળવવા અંગેની જવાબદારી સોંપી હતી. તેમાં ગુજરાતની ખૂબ જ ખરાબ સ્થિતિ હોવાનો રિપોર્ટ કેન્દ્રિય મહુડી મંડળમાં જમા થયો હતો. એટલે તાત્કાલિક 11 સપ્ટેમ્બરે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું રાજીનામું લઈ લેવાયું હતું.

13 સપ્ટેમ્બરે લીધા શપથ ત્યારબાદ 12 સપ્ટેમ્બરે રાજ્યના નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) નામની જાહેરાત થઈ હતી. તેમ જ 13 સપ્ટેમ્બરે તેમણે મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જોકે, તેમને મુખ્યપ્રધાન તરીકે 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે.

વિશ્વાસથી વિકાસ નામના સૂત્ર પર ઉજવણી રાજ્યના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને (Bhupendra Patel) એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે 13 સપ્ટેમ્બરે રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસથી વિકાસના સૂત્ર હેઠળ (vishwas thi vikas) એક વર્ષની ઉજવણી કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નવા પ્રોજેક્ટ ખાતમુહૂર્ત અને કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરવામાં આવશે. જ્યારે તમામ પ્રધાનોને જિલ્લાના વિવિધ વિસ્તારમાં મોકલીને અનેક કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે.

જન્મદિવસની જેમ ઉજવણી રાજ્ય સરકારને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) સરકારને સત્તામાં આવ્યા તેનું વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે આ બાબતનો પ્રશ્ન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને કરવામાં આવ્યો હતો. તો તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, જે રીતે મેં જન્મદિવસની ઉજવણી કરી હતી. તે જ પ્રમાણે આ ઉજવણી કરાશે. કોઈ પણ પ્રકારનો વધારાનો ખર્ચ કરવામાં આવશે નહીં.

50,000 વધુને રોજગારી મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે રાજ્યની કમાન સંભાળતાં જ તમામ સરકારી વિભાગોમાં જે કેટલાય સમયથી જે સરકારી જગ્યાઓ ખાલી પડી હતી. તેને ફરીથી ભરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે 50,000થી વધુ અલગ અલગ જગ્યા ઉપર યુવાઓને સરકારી (gujarat government) ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ યુવાઓ જિલ્લા કક્ષાએ પોતાની ઔદ્યોગિક સાહસિકતા બતાવી શકે તે માટે પણ રાજ્ય સરકાર દ્વારા નવા અભિગમો અપનાવીને જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ યુવાઓ સ્ટાર્ટઅપ (startup gujarat scheme) કરી શકે તે માટેની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

ગ્રામીણ ક્ષેત્રે નવી વ્યવસ્થા રાજ્યના નાગરિકોને ઘરઆંગણે સેવા મળે તે બાબતે પણ રાજ્ય સરકારે (gujarat government) અનેક કાર્યો કર્યા છે, જેમાં 99 ટકા ગ્રામીણ ક્ષેત્રને લગતી જરૂરિયાતોના પ્રશ્નો ઘેર બેઠા જ સમાધાન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

17 જાન્યુઆરીનું CMનું નિવેદન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 17 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય હાલ દેશમાં અગ્રેસર છે. અમારી નવી અને ઊર્જાવાન ટીમે શાસન સંભાળ્યા પહેલા દિવસથી લોકો માટે અને લોકોના પ્રશ્નોને વધુમાં વધુ અને વહેલી તકે તેનું નિરાકરણ આવે તે બાબતને પ્રાધાન્ય આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એવા સંસ્કાર મળ્યા છે કે, સત્તા ભોગવતા નહીં, પરંતુ સેવાનું માધ્યમ બનાવ્યું છે.

પ્રશ્નોનું સમાધાન રાજ્ય સરકારમાં પડતર પડેલા અનેક પ્રશ્નોના સમાધાન માટે અનેક સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા છે, પરંતુ રાજ્ય સરકારને વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat assembly elections 2022) કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર (gujarat government) દ્વારા પ્રશ્નોના સમાધાન બાબતની પણ એક કમિટી તૈયાર કરવામાં આવી છે.

એક વર્ષમાં આ પ્રશ્નો ઉકેલ્યા ઉલ્લેખનીય છે કે, આ એક વર્ષની અંદર રાજ્ય સરકારે પોલીસના આર્થિક પ્રશ્નની કામગીરી હોય અને રાજ્ય સરકારના કર્મચારીઓની પગાર ભથ્થાની કામગીરી હોય અથવા તો જાહેર જનતાના પ્રશ્નોની કામગીરી હોય. તે તમામ મહત્વના પ્રશ્નોનું ઉકેલ લાવી છે. ત્યારે હજી પણ એવા અનેક પડતર પ્રશ્નો છે, જેમાં રાજ્ય સરકાર (gujarat government) પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવશે.

રોજગારી પત્ર અપાશે રાજ્ય સરકારમાંથી (gujarat government) મળતી માહિતી પ્રમાણે, એક વર્ષ પૂર્ણ થવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક તૈયારીઓ કરવામાં આવી રહી છે, પરંતુ જે રીતે માહિતી સામે આવી રહી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા રાજ્ય સરકારે દ્વારા સરકારી ક્ષેત્રે 50,000 જેટલા અને ખાનગી ક્ષેત્રે 50,000 જેટલા યુવકોને રોજગારી પત્ર (gujarat employment news) આપશે. આમ, કાર્યક્રમ યોજીને રાજ્ય સરકાર રોજગાર આપે છે તેવા મેસેજ પણ લોકોને અને જાહેર જનતાને મોકલવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.