ETV Bharat / city

ભારતીય કિસાન સંઘે તાત્કાલિક યોજી કારોબારી, આ માગણી નહીં સંતોષાય તો થશે મહાઆંદોલન

author img

By

Published : Jun 7, 2022, 4:01 PM IST

ભારતીય કિસાન સંઘના પડતર પ્રશ્નોને વહેલી વહેલી તકે નિકાલ આવે તેવી માંગ કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોના વીજ દર એક સમાન આપવામાં આવે તેવી પણ માંગનો (Demand for uniformity of power rates ) સમાવેશ હતો. પરંતુ સાત દિવસ વિત્યા હોવા છતાં પણ કોઈ પણ નિર્ણય ન આવતા આજે અચાનક જ કારોબારી બેઠકનું આયોજન (Bhartiya Kisan Sangh Meeting) કરવામાં આવ્યું હતું.

ભારતીય કિસાન સંઘે તાત્કાલિક યોજી કારોબારી, આ માગણી નહીં સંતોષાય તો થશે મહાઆંદોલન
ભારતીય કિસાન સંઘે તાત્કાલિક યોજી કારોબારી, આ માગણી નહીં સંતોષાય તો થશે મહાઆંદોલન

ગાંધીનગર : ભારતીય કિસાન સંઘના આગેવાનોની હાજરીમાં ગત અઠવાડિયે રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી કૃષિપ્રધાન રાઘવજી પટેલ અને નાણાંપ્રધાન અને ઊર્જા પ્રધાન કનુભાઇ દેસાઇ સાથે બેઠક (Bhartiya Kisan Sangh Meeting) યોજીને ભારતીય કિસાન સંઘના પડતર પ્રશ્નોને વહેલી વહેલી તકે નિકાલ આવે તેવી માંગ કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોના વીજ દર એક સમાન આપવામાં આવે (Demand for uniformity of power rates ) તેવી પણ માંગનો સમાવેશ હતો. પરંતુ સાત દિવસ વિત્યા હોવા છતાં પણ કોઈ પણ નિર્ણય ન આવતા આજે અચાનક જ ભારતીય કિસાન સંઘની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર રાજ્યના ખેડૂતોના વીજદર બાબતે તાત્કાલિક ધોરણે નિર્ણય કરે તેવી માંગ કરવામાં આવી છે.

સરકાર રાજ્યના ખેડૂતોના વીજદર બાબતે તાત્કાલિક ધોરણે નિર્ણય કરે તેવી માંગ

સરકાર આંદોલન માટે તૈયાર રહે - આ બાબતે ભારતીય કિસાન સંઘના ઉપપ્રમુખ શામજી મિયાત્રાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ખેડૂતોને અપાતી વીજળીમાં મીટર લગાડવામાં આવ્યા છે, જે ખેડૂતો સિંચાઈ માટે વધારાના પાવરનો ઉપયોગ કરે છે તેમને બિલ વધારે આવે છે અને નાના ખેડૂતો છે જે ઉપયોગ કરે છે તેને બિલ આવે છે. જ્યારે કિસાન સંઘનું કહેવું છે કે તમામ ખેડૂતોને સમાન બિલ આવે અને મીટર પ્રથા નાબૂદ કરવામાં આવે. અગાઉ પણ આ બાબતે કિસાન સંઘ દ્વારા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ઊર્જા પ્રધાન કનુભાઇ દેસાઇને પણ રજૂઆત કરવામાં આવી હતી. સરકારે મીટર બાબતે ખેડૂતોને યોગ્ય વિચારણા કરવાની બાંહેધરી પણ આપી હતી પરંતુ કોઈ પણ નિર્ણય ન આવતા હવે કિસાન સંઘ દ્વારા આંદોલનની ચીમકી (farmers gave Warning to government) આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Bogus Farmer Account Holder : મોટી સંખ્યામાં બોગસ ખેડૂત ખાતેદારો ઝડપાવાની શક્યતાઓ

પહેલા જિલ્લાકક્ષાએ આવેદન પત્ર આપવામાં આવશે - ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકારને ચીમકી આપવામાં આવી છે કે જો રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે અથવા તો અમુક સમયાંતરે વીજળીના મીટરનો કોઈપણ નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં તમામ જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવશે. ત્યારબાદ મહાઆંદોલન શરૂ કરવામાં આવશે અને ખેડૂતો રોડ ઉપર આવીને સરકારનો વિરોધ કરશે.

આ પણ વાંચોઃ Solar Power Technology: ખેતી માટે પાવરનો અભાવ છે ત્યારે એક ખેડૂત સૌર ઉર્જાનો કેવી રીતે ઉપયોગ કરે છે, જાણો છો?

ખેડૂતો માટેની લોનની પ્રક્રિયા હવે બેન્ક જાતે કરશે - કિસાન સંઘ દ્વારા રાજ્યના મહેસૂલ પ્રધાન સાથે પણ બેઠક કરવામાં આવી હતી અને રજૂઆત કરાઈ હતી કે ખેડૂત જે લોન જમીન ઉપર લે છે તે બેંકમાં ખેડૂતોએ પોતાની જાતે લોનની કાર્યવાહી કરવી પડે છે અને જમીન બોજા નોંધ માટે ખેડૂતોને ધક્કા ખાવા પડે છે. ત્યારે રાજ્ય સરકારે તાત્કાલીક આ માંગ સ્વીકારી છે અને હવે જમીન બોજા નોંધ માટે ખેડૂતોને ધક્કા ખાવા નહીં પડે . જ્યારે ખેડૂતે બેન્કમાંથી લોન લે તે જ બેંક થકી બોજા નોંધ પાડવામાં આવશે તેવી જાહેરાત પણ ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.