- નવરાત્રી અંગે રાજ્ય સરકારે જાહેર કરી ગાઈડલાઈન
- રાજ્યમાં આ વર્ષે નહીં થાય નવરાત્રીના જાહેર કાર્યક્રમનું આયોજન
- 'નવરાત્રી પર રોક તો ચૂંટણીની રેલીઓ અને સભાઓ પર રોક કેમ નહીં'?
- 'શું કાયદો ફક્ત સામાન્ય જનતાને જ લાગૂ પડે છે'?
ન્યૂઝ ડેસ્ક: આગામી દિવસોમાં નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે. જો કે, કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે રાજ્ય સરકારે આ વર્ષે નવરાત્રીનું આયોજન નહીં કરવા જણાવ્યું છે. બીજી તરફ વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠક માટે 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાશે. જેને લઈને લોકમુખે ચર્ચા થઈ રહી છે કે, 'જો કોરોનાના નામે નવરાત્રીના આયોજન પર રોક લગાવવામાં આવી છે તો, ચૂંટણીની રેલીઓ અને સભાઓ પર રોક કેમ નહીં?'. શું કાયદો ફક્ત સામાન્ય જનતાને જ લાગૂ પડે છે?
રાજ્ય સરકારના આ નિર્ણય બાદ લોકોમાં એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે, શું કાયદો ફક્ત સામાન્ય જનતાને જ લાગૂ પડે છે? જો નવરાત્રીના આયોજનથી કોરોનાનું સંક્રમણ વધી શકતું હોય તો, ચૂંટણી પ્રચારની રેલી અને સભાઓના આયોજનથી કોરોનાનું સંક્રમણ નહીં વધે? જો નેતાઓએ લોકોની સેવા કરી હશે તો લોકો તેમને ઓળખતા જ હોય તો પછી પ્રચાર કરવાની શું જરૂર છે. વગર પ્રચારે પણ ચૂંટણી થઈ શકે છે.
જો જાહેરસભા કે રેલીનું આયોજન કરવામાં આવશે તો કોરોના સંક્રમણનું જોખમ 100 ટકા વધી જશે. માટે જાહેરસભા કે રેલીઓ પણ યોજવી જોઈએ નહીં તેમ લોકોનો અભિપ્રાય છે.