ETV Bharat / city

શિક્ષકદિન નિમિત્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્યપાલના હસ્તે એવોર્ડ એનાયત - આચાર્ચ દેવવ્રત

5 સપ્ટેમ્બર એટલે શિક્ષકદિન. રાજ્યમાં શિક્ષણદિનની ઉજવણી રંગેચંગે કરવામાં આવે છે, ત્યારે શિક્ષકદિનનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ સચિવાલય ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના શ્રેષ્ઠ 44 જેટલા શિક્ષકોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

ETV BHARAT
શિક્ષકદિન નિમિત્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્યપાલના હસ્તે એવોર્ડ એનાયત
author img

By

Published : Sep 5, 2020, 5:09 PM IST

ગાંધીનગર: 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષકદિન. રાજ્યમાં શિક્ષણદિનની ઉજવણી રંગેચંગે કરવામાં આવે છે, ત્યારે શિક્ષકદિનનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ સચિવાલય ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના શ્રેષ્ઠ 44 જેટલા શિક્ષકોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

શિક્ષકદિન નિમિત્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્યપાલના હસ્તે એવોર્ડ એનાયત

આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, શિક્ષકદિન નિમિત્તે રાજ્યમાં સર્વશ્રેષ્ઠ ૪૪ જેટલા શિક્ષકોને સમ્માનિત કરવામાં આવ્યા છે. શિક્ષણ પ્રત્યે તેમની કામગીરીને લઇને રાજ્ય સરકારે તેમને એવોર્ડ એનાયત કર્યો છે. આ ઉપરાંત કોરોનાને ધ્યાનમાં લઈને પણ તમામ પ્રિકોશન સરકારે રાખ્યા હતા. આ તમામ શિક્ષકો સચિવાલયની અંદર પ્રવેશ કરે, તે પહેલા જ તેમના એન્ટી રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તમામ શિક્ષકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને આ કાર્યક્રમમાં હાજર રહેવાની પરવાનગી આપવામાં આવી હતી.

શિક્ષકદિન નિમિત્તે 44 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના એવોર્ડ આપવાની સાથે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને પણ શનિવારે પ્રથમ વખત એવોર્ડ આપવામાં આવ્યા છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી 5 જેટલા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેના એવોર્ડ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે આચાર્ય દેવવ્રતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષકોને સમાજની મહત્વની અને મોટી જવાબદારી મળે છે. નાના બાળકોમાં તમે જે રીતે શીખવશો તે રીતે જ નાના બાળકો આગળ વધશે. આ એવો કાર્યક્રમ છે જેનાથી આપણે લોકોને સંદેશ આપવા માંગીએ છીએ કે, કોરોનાના કારણે હવે કંઈ જ અટકશે નહીં 'show must be on'.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, ગુરુ અને શિક્ષકનો સંબંધ શ્રેષ્ઠ સંબંધ તરીકે જોવામાં આવે છે. આ ઉપરાંત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રાચીન યુગના ગુરુ અને શિષ્યના પણ ઉદાહરણ આપ્યા હતા.

શનિવારે શિક્ષણ કલ્યાણનિધિમાં પાડો લેવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને ગાંધીનગરની શાળાના બાળકો પહોંચ્યા હતા, ત્યારે CM રૂપાણીએ સમાજદાયિત્વનું ઋણ સ્વીકાર કરતા શિક્ષણ કલ્યાણનિધિમાં પોતાનો ફાળો પણ અર્પણ કર્યો હતો.

આમ શનિવારે સચિવાલયના નર્મદા હોલમાં રાજ્યકક્ષાના શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

શિક્ષકદિનના અન્ય સમાચાર

મોરબીમાં શિક્ષક દિનની ઉજવણી નિમિતે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માન

મોરબી જિલ્લા વીસી હાઈસ્કૂલ ખાતે શિક્ષકદિન નિમિતે સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

હેપી ટીચર્સ ડે: 1957માં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન બન્યા હતા જામનગરના મહેમાન

આજે વિશ્વ વિભૂતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે. આ દિવસને શિક્ષક દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. વર્ષ 1957માં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જામનગરના મહેમાન બન્યા હતા.

શિક્ષકદિન: શિક્ષણના વ્યાપારીકરણથી વિપરીત, જાણો આણંદના કર્મનિષ્ઠ શિક્ષક વિશે

આજે શિક્ષકદિન છે, ત્યારે આપણે આણંદ જિલ્લાના આ શિક્ષકને યાદ કરવા પડે તેમ છે. આ શિક્ષક મોંઘવારીના દોરમાં છેલ્લાં 17 વર્ષથી કોઈ સ્વાર્થ અને આશા અપેક્ષા રાખ્યા વિના ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અક્ષરજ્ઞાન સાથે સંસ્કારનું સિંચન કરી રહ્યા છે. આ શિક્ષકે નવી પેઢીનું ઘડતર કરી સમાજ તેમજ દેશને નવી દિશામાં લઇ જવાનું કાર્ય કર્યું છે, જે ખરેખર બિરદાવવા લાયક છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.