ETV Bharat / city

Assistance to the deceased in Corona: કોરોનામાં મૃતકના પરિવારજનોને કુલ 585 કરોડ રૂપિયાની સહાય ચૂકવાઇ

કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને પચાસ હજાર રૂપિયાની સહાય ચુકવવામાં આવે છે. તેમાં અત્યાર સુધીમાં 585 કરોડની વિશેષ જોગવાઇ કરાઈ હોવાનો રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં પ્રત્યુત્તર આપ્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે
કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે
author img

By

Published : Mar 9, 2022, 9:09 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાગૃહમાં (In the Gujarat Legislative Assembly)આજે પ્રશ્નોત્તરી કાર્ડ બજેટ પર વધારાની માગ સાથેની ચર્ચા કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારજનોને કેટલી સહાય ચુકવવામાં આવી અને કેટલા મૃત્યુ થયા તે અંગેના પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેમાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 585 કરોડની વિશેષ જોગવાઇ કરાઈ હોવાનો રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં પ્રત્યુત્તર આપ્યો હતો.

Assistance to the deceased in Corona: કોરોનામાં મૃતકના પરિવારજનોને કુલ 585 કરોડ રૂપિયાની સહાય ચૂકવાય

1.17 લાખ મૃતકોના પરિવારજનોને ચુકવવામાં આવી સહાય

રાજ્ય સરકારે વિધાનસભાગૃહમાં રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને પચાસ હજાર રૂપિયાની સહાય ચુકવવામાં આવે છે તેઓ જવાબ આપ્યો હતો અને સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે( Supreme Court) પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય ચુકવવામાં આવે છે જે અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં 1.17 લાખ મૃતકોની સહાય ચુકવવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના ઉપલેટા એમએલએ શૈલેષ પરમારે સરકાર પર આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકારે મૃતકોની સંખ્યા ફક્ત 10 હજારની આસપાસ બતાવી છે અને સહાય એક લાખથી વધુ લોકોના પરિવારજનોને આપવામા આવી છે. ત્યારે આંકડાઓ છુપાવીને રાજ્ય સરકારે ગુજરાતની જનતાનો વિશ્વાસઘાત (Betrayal people of Gujarat)કર્યો છે.

આ પણ વાંચો: Corona Assistance Scheme: કચ્છમાં કોરોનામાં મૃત્યુપામેલાના પરિવારોને સહાય ચૂકવાઈ

ગુજરાત સરકાર કોરોનામાં ખુલ્લી પડી

શૈલેષ પરમારે સરકાર પર આક્ષેપ કરતા વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં ગુજરાત સરકારની પરિસ્થિતિ ખુલ્લી પડી (Gujarat government exposed) હતી. કોરોનામાં ઇન્જેક્શન અને ઓક્સિજનની સુવિધા (Facilitate injection and oxygen)મળી ન હતી. સ્મશાનમાં ભઠ્ઠીઓ પણ પીગળી ગઇ હતી. જ્યારે તે સમયના મુખ્યપ્રધાન (Chief Minister of Gujarat)વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે સરકારી બાબુઓ તમને ખોટી માહિતી આપી રહ્યા છે.

આ પણ વાંચો: Bhavnagar Municipal Corporation: કોરોના સહાય ફોર્મની કામગીરી મનપા પાસેથી સીટી મામલતદાર કચેરીને સોપાઈ

એક્ટ પ્રમાણે 4 લાખની સહાય

કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે વધુમાં જણાવ્યું હતું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ (Disaster Management Act)અનુસાર આ પ્રકારની આફતમાં મૃત્યુ પામનાર વ્યક્તિને રૂપિયા 4 લાખ રૂપિયાની સહાય ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ અંગે રાજસ્થાન ઝારખંડ જેવા ચાર રાજ્યોએ કેન્દ્ર સરકારને પત્ર લખીને જણાવ્યું હતું કે આ એક અનુસાર કેન્દ્ર સરકાર ત્રણ લાખ અને રાજ્ય સરકાર એક લાખ રૂપિયા ચૂકવવાના થાય છે. પરંતુ ચાર રાજ્યના પત્રનો કેન્દ્ર સરકારે પણ કોઈ જ પ્રકારનો જવાબ આપ્યો ન હતો. ત્યારે ગુજરાત સરકારને આ બાબતે પૂછવામાં આવ્યું હતું કે તમે શું કેન્દ્ર સરકારને આ રીતના પત્ર લખ્યો છે કે નહીં તે બાબતે પણ હજુ સુધી સ્પષ્ટ થઇ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.