ETV Bharat / city

Assembly Election Result 2022: ચૂંટણીના પરિણામોને લઇને વાઘાણીએ કહ્યું- વિકાસનું સ્ટ્રીમરોલર 5 રાજ્યોની ચૂંટણીમાં ફરી વળ્યું - ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી

ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ વિધાનસભા ચૂંટણી (Assembly Election Result 2022)ના પરિણામોને લઇને કહ્યું કે વિકાસનું રોલર 5 રાજ્યોની ચૂંટણીમાં જોવા મળ્યું છે. તેમણે જણાવ્યું કે દેશમાં જે રીતે કોંગ્રેસનો સફાયો થઇ રહ્યો છે તે જોતાં જ કોંગ્રેસમાં નિરાશાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

Assembly Election Result 2022: ચૂંટણીના પરિણામોને લઇને વાઘાણીએ કહ્યું- વિકાસનું સ્ટ્રીમરોલર 5 રાજ્યોની ચૂંટણીમાં ફરી વળ્યું

author img

By

Published : Mar 10, 2022, 6:10 PM IST

ગાંધીનગર: 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો (Assembly Election Result 2022) સામે આવી રહ્યા છે ત્યારે ભાજપના નેતાઓ દ્વારા અભિનંદન આપવામાં આવી રહ્યા છે. ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી (Education minister of Gujarat jitu vaghani)એ પણ અભિનંદન આપતા જણાવ્યું હતું કે, નરેદ્ર મોદીજીના નેતૃત્વમાં વિકાસનું સ્ટ્રીમરોલર છે તે રોલર દેશના 5 રાજ્યોની ચૂંટણીમાં જોવા પણ મળી આવ્યું.

ભાજપની સરકાર પર વિશ્વાસ મૂક્યો તે બદલ જનતાને જીતુ વાઘાણીએ અભિનંદન આપ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં ઇતિહાસ સર્જ્યો

આગામી લોકસભાની ચૂંટણી ધ્યાનમાં રાખી પાંચેય રાજ્યોમાં મહત્વના છે. જેમાં ખાસ કરીને તમામ રાજ્યોમાં કોંગ્રેસ (Congress In Assembly Election)નો સફાયો થયો છે. ઉત્તરપ્રદેશ (BJP In Assembly Election 2022)માં લગભગ 40 વર્ષ પછી ઇતિહાસ સર્જાયો છે. ઇતિહાસમાં પ્રથમવાર સતત 2 વાર ઉત્તરપ્રદેશમાં એક જ પાર્ટીની સરકાર બનશે. દેશની જનતાએ ભાજપની સરકાર (BJP In Uttar Pradesh) પર જે વિશ્વાસ મૂક્યો તે બદલ જનતાને જીતુ વાઘાણીએ અભિનંદન આપ્યા હતા.

આ પણ વાંચો: Assembly Election 2022: વિધાનસભા ચૂંટણીના પરિણામો પર ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા

કોંગ્રેસના નેતાઓમાં નિરાશા જોવા મળી રહી છે

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશમાં જે રીતે કોંગ્રેસનો સફાયો થઇ રહ્યો છે તે જોતાં જ કોંગ્રેસમાં નિરાશાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વિધાનસભા (Gujarat Assembly 2022)માં ચાલી રહેલા સત્રમાં કોંગ્રેસના નેતાઓમાં પણ નિરાશા જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રામ મંદિર, 370 કલમ, સર્જિકલ સ્ટ્રાઈક (surgical strike india), ત્રિપલ તલાક જેવા ઐતિહાસિક કામો ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે.

આ પણ વાંચો: Gujarat Assembly 2022: વીરજી ઠુમ્મરનો આક્ષેપ - ખેડૂતો માટેની યોજના ફક્ત કાગળ પર, મોદી સરકાર ગુજરાતને થપ્પડ મારે છે

2022માં ગુજરાત જીતીને 2024માં લોકસભા જીતીશું

તેમણે વધુમાં કહ્યું કે, વિવિધ રાજ્યના અનેક કાર્યકર્તાઓ, આગેવાનોએ 50-50 દિવસ સુધી કામ કર્યું છે. તેનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે. જીતુ વાઘાણીએ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને દેશના ગૃહપ્રધાન અમિત શાહને પણ અભિનદન પાઠવ્યા હતા. હવે ઉત્તરપ્રદેશ જીત્યા બાદ આગામી સમયમાં 2022માં ગુજરાત જીતીને ફરીવાર 2024માં દેશમાં પણ ભાજપની સરકાર બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.