ETV Bharat / city

Assembly Election Result 2022: CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું 4 રાજ્યોમાં ભાજપની જીત એ ભારત સરકારની યોજનાઓની જીત - યુપી વિધાનસભા ચૂંટણી પરિણામ 2022

કમલમ ખાતે 5 રાજ્યોમાંથી 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી (Assembly Election Result 2022)માં જીત મેળવ્યાંની BJPની ઉજવણીમાં CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતાં. તેમણે કહ્યું કે ભાજપે 4 રાજ્યોમાં ફરીથી વિજય મેળવ્યો એ ભારત સરકારની યોજનાઓની જીત છે.

Assembly Election Result 2022: CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- 4 રાજ્યોમાં ભાજપની જીત એ ભારત સરકારની યોજનાઓની જીત

author img

By

Published : Mar 10, 2022, 7:37 PM IST

Updated : Mar 10, 2022, 7:44 PM IST

ગાંધીનગર: દેશના 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ (Assembly Election Result 2022)ના પરિણામમાં 4 રાજ્યોમાં ભાજપ સરકાર બનાવવા જઇ રહી છે. ત્યારે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ (kamalam bjp gandhinagar) ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ (BJP Celebration In Gandhinagar)ના કાર્યકરોએ ફટાકડા ફોડી અને ગરબા કરીને વિજયોત્સવ ઉજવ્યો હતો.

CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલે મોઢું મીઠું કરી 5 રાજ્યોમાંથી 4 રાજ્યોમાં ભાજપને બહુમતી મળ્યાની ખુશી વ્યક્ત કરી.

આ પણ વાંચો: Assembly Election Result 2022: ચૂંટણીના પરિણામોને લઇને વાઘાણીએ કહ્યું- વિકાસનું સ્ટ્રીમરોલર 5 રાજ્યોની ચૂંટણીમાં ફરી વળ્યું

મુખ્યપ્રધાનને પ્રદેશ પ્રમુખે આવકાર્યા

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પર પહોંચ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મુખ્યપ્રધાનનું સ્વાગત કર્યું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભાજપે પોતાના તમામ 4 રાજ્યોમાં ફરીથી વિજય મેળવ્યો છે. આ ભારત સરકારની યોજનાઓ (Indian Government's Schemes)ની જીત છે.

આ પણ વાંચો: Assembly Election 2022: વિધાનસભા ચૂંટણીના પરિણામો પર ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા

મુખ્યપ્રધાન અને પ્રદેશ પ્રમુખે મોં મીઠું કરાવ્યું

કાર્યકરોએ ફટાકડા ફોડી અને ગરબા કરીને વિજયોત્સવ ઉજવ્યો.

ઉત્તરપ્રદેશ (UP Assembly Election Result 2022), ઉત્તરાખંડ, ગોવા (Goa Assembly Election Result 2022) અને મણિપુરમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે. ત્યારે તેની ઉજવણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એકબીજાનું મોઢું મીઠું કરી 5 રાજ્યોમાંથી 4 રાજ્યોમાં ભાજપને બહુમતી મળ્યાની ખુશી વ્યક્ત કરી હતી. આવનારી 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત અંગેનો દાવો કર્યો હતો.

Last Updated : Mar 10, 2022, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.