- વર્ષ 2008ની ઘટનાનો આવ્યો ચુકાદો
- ગાંધીનગર કોર્ટ દ્વારા આસારામ સાધકોને એક વર્ષની જેલ
- 1 કેસમાં 7 સાધકોને 1 વર્ષની જેલની સજા
ગાંધીનગર: વર્ષ 2008માં અમદાવાદના મોટેરા ખાતે આવેલા આસારામ આશ્રમમાં સાધકો અને જાહેર જનતા તથા મીડિયાના કર્મચારીઓ વચ્ચે બનાવની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેમાં સાધકોએ જાહેર જનતા અને મીડિયાને ટાર્ગેટ બનાવીને તેમના પર હુમલો કર્યો હતો, જે બાબતે ગાંધીનગર કોર્ટમાં છેલ્લા બાર વર્ષ કરતા વધુના સમયગાળાથી કેસ ચાલી રહ્યો હતો, ત્યારે ગાંધીનગર ર્કોટે 13 ઓગસ્ટના રોજ મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં આસારામના સાધકોને એક વર્ષની કેદની સજાનો ચુકાદો આપવામાં આવ્યો છે.
શુ હતો સમગ્ર મામલો
સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો વર્ષ 2008માં ગુરુપૂર્ણિમાના દિવસે આસારામ આશ્રમ ખાતે ગુણ ગુરુપૂર્ણિમાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મીડિયાના કર્મચારીઓ ત્યાં કવરેજ કરવા પહોંચ્યા હતા. જેમાં કવરેજ કરવા ગયેલા પત્રકારો પર આસારામના સાધકોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન જાહેર જનતા પર પણ આસારામના સાધકોએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે અડાલજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા પાંચ પૈકી એક કેસમાં સાત સાધકોને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. જ્યારે 12 આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા નિર્દોષ છોડવામાં આવ્યા છે.
હવે સેશન કોર્ટમાં થશે અપીલ
કોર્ટ દ્વારા 12 જેટલા આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે, જ્યારે સાત જેટલા સાધકોને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. ગાંધીનગર કોર્ટ દ્વારા જે સજા ફટકારવામાં આવી છે, તેના ચુકાદાને હવે સેશન કોર્ટમાં અપીલ કરવામાં આવશે. આમ તમામ આરોપીઓ નિર્દોષ છૂટે તે બાબતે પણ સાધકોના વકીલો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો- નારાયણ સાંઈ દુષ્કર્મ કેસઃ મહિલા આરોપી ગંગા અને જમનાના હાઈકોર્ટે જામીન કર્યા મંજૂર
આઇપીસી 147,અને 149 મુજબ સજા
મોટેરાના આસારામ આશ્રમ ખાતે થયેલા રાઇટિંગના કેસ મુદ્દે ગાંધીનગર કોર્ટે 13 ઓગસ્ટના રોજ અંતિમ ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં 19 પૈકી સાત આરોપીઓને IPC કલમ 147 અને 149 મુજબ દોષિત ઠેરવીને એક વર્ષની સજા અને કલમ 323 મુજબ છ મહિનાની સજાનો હુકમ કર્યો હતો, જ્યારે બાકીના 12 જેટલા આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.