ETV Bharat / city

ગાંધીનગર મનપા ચૂંટણી દરમિયાન કોરોના ફેલાય નહીં તે માટે મતદારો માટે ખાસ વ્યવસ્થા - કોરોના ગાઇડલાઇન

ગાંધીનગર મ.ન.પા ચૂંટણી (Gandhinagar Municipal Corporation Election) દરમિયાન કોરોના ફેલાય નહીં તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું. મતદારોનું થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું અને તેમને સેનેટાઇઝરની અને હેન્ડ ગ્લવ્ઝની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, ત્યારબાદ મતદાન (Voting) કરવા દેવામાં આવ્યું હતું. સાથે જ દરેક બૂથ પર આરોગ્ય વિભાગના કર્મચારીઓ (Health department employee) તૈનાત કરવામાં આવ્યા હતા.

ચૂંટણી દરમિયાન કોરોના ફેલાય નહીં તે માટે મતદારો માટે ખાસ વ્યવસ્થા

author img

By

Published : Oct 3, 2021, 7:59 PM IST

Updated : Oct 4, 2021, 10:25 AM IST

  • ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં કોરોના ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન
  • કોરોના ફેલાય નહીં તેની તકેદારી રાખવામાં આવી
  • થર્મલ ગન, સેનેટાઈઝર અને હેન્ડ ગ્લવ્ઝની વ્યવસ્થા વચ્ચે મતદાન
  • તમામ વોટિંગ બૂથ પર આરોગ્ય વિભાગના કર્મચારીઓ તૈનાત

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસો (Corona Cases In Gujarat)માં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી (Gandhinagar Municipal Corporation Election) યોજાઈ રહી છે. કોરોનાની બીજી લહેરને કારણે ચૂંટણી પહેલા મોકૂફ રાખવામાં આવી હતી. હવે કોરોનાના કેસોમાં સતત ઘટાડો થવાને કારણે 3 ઓક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે આરોગ્યને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વોટિંગ બૂથ પર આરોગ્ય વિભાગના કર્મચારીઓ (Health department employee) ને મુકવામાં આવ્યા છે. મતદાન દરમિયાન કોરોના સંક્રમણ (Corona transition) ફેલાય નહીં તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને તેને ધ્યાને રાખતા પૂરતી તૈયારીઓ પણ કરવામાં આવી છે.

ગાંધીનગર મનપા ચૂંટણી દરમિયાન કોરોના ફેલાય નહીં તે માટે મતદારો માટે ખાસ વ્યવસ્થા

તમામ જગ્યાએ કોરોના પ્રોટોકોલનું પાલન

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તમામ મતદાન બૂથ ઉપર આરોગ્ય કર્મચારીઓની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા મતદાન મથક પર આવનારા મતદારોનું તાપમાન માપવું, તેમને સેનેટાઈઝર આપવું અને ત્યારબાદ હેન્ડ ગ્લવ્ઝઆપીને મતદાન પ્રક્રિયા કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન શરૂ થયું ત્યારથી બપોરના 2 કલાક સુધી કોરોનાનો એકપણ શંકાસ્પદ કેસ સામે નહીં આવ્યો હોવાનું આરોગ્ય કર્મચારી અમીબેન મોદીએ જણાવ્યું હતું.

શંકાસ્પદ મતદારો માટે અલગથી વ્યવસ્થા

અમીબેન મોદીએ etv ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોરોના શંકાસ્પદ મતદારો માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમના માટે તમામ બૂથ ઉપર PPE કિટ રાખવામાં આવી છે, જ્યારે આવા કોઈપણ શંકાસ્પદ મતદારો માટે મતદાન કરવાનો અલગ સમય પણ રાખવામાં આવ્યો છે. જો કોઈપણ વ્યક્તિ શંકાસ્પદ હશે તો તેઓ સાંજે 4થી 5 વાગ્યા દરમિયાન મતદાન કરી શકશે.

તમામ બૂથ પર આરોગ્ય અધિકારી તૈનાત

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટા ચૂંટણી અને નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ તમામ બૂથ પર આરોગ્ય વિભાગના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યમાં ફરીથી કોરોનાનું સંક્રમણ ન થાય તેને ધ્યાનમાં લઇને તમામ ચૂંટણી બૂથ ઉપર ખાસ વ્યવસ્થા પણ આરોગ્ય વિભાગ અને રાજ્ય ચૂંટણી આયોગના સંકલન સાથેની રાખવામાં આવી છે.

આ પણ વાંચો: ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી LIVE: 5 વાગ્યા સુધીમાં 46.26 ટકા મતદાન

આ પણ વાંચો: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 પોઝિટિવ કેસ નોંધાયા, માત્ર અમદાવાદમાં જ 10 પોઝિટિવ

Last Updated : Oct 4, 2021, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.