ETV Bharat / city

iORA પોર્ટલ પર વધુ એક સેવા ‘શુદ્ધબુદ્ધિ-પૂર્વકના વેચાણના કિસ્સામાં શરતફેરની મંજુરી’ ઓનલાઇન કરવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ટેકનોલોજીના ઉપયોગ થકી નાગરિકો કર્મચારી સાથે સીધા સંપર્ક વિના સેવાઓ મેળવી શકે તે માટે મહેસૂલી સેવાઓને ઓનલાઈન કરી સરળ, ઝડપી અને પારદર્શી કરવામાં આવી છે. ખૂબ જ ટૂંકા ગાળામાં 24 જેટલી વિવિધ મહેસૂલી સેવાઓને iORA પોર્ટલ પર ઓનલાઈન કરી 18 જેટલી સેવાઓનું ફેસલેસ પદ્ધતિથી અમલીકરણ થઈ રહ્યું છે.

iora
iora
author img

By

Published : Jan 8, 2021, 8:44 PM IST

  • ખેડૂત ખરાઇ પ્રમાણપત્રની અરજીની પૂર્તતા માટે દિન-7નો સમય મળશે
  • રિ-સર્વે રેકર્ડ પ્રમોલગેશન બાદ માલુમ પડતી ક્ષતિઓ સુધારવાની અરજી કરવાની મુદત 31 માર્ચ 2021 સુધી લંબાવાઇ
  • 24 જેટલી વિવિધ મહેસૂલી સેવાઓને iORA પોર્ટલ પર ઓનલાઈન કરાઈ

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ટેકનોલોજીના ઉપયોગ થકી નાગરિકો કર્મચારી સાથે સીધા સંપર્ક વિના સેવાઓ મેળવી શકે તે માટે મહેસૂલી સેવાઓને ઓનલાઈન કરી સરળ, ઝડપી અને પારદર્શી કરવામાં આવી છે. ખૂબ જ ટુંકા ગાળામાં 24 જેટલી વિવિધ મહેસૂલી સેવાઓને iORA પોર્ટલ પર ઓનલાઈન કરી 18 જેટલી સેવાઓનું ફેસલેસ પદ્ધતિથી અમલીકરણ થઈ રહ્યું છે. જેમાં વધુ એક સેવા ‘શુદ્ધબુદ્ધિ-પૂર્વકના વેચાણના કિસ્સામાં શરતફેરની મંજુરી’ પણ ઓનલાઇન કરવાનો રાજ્ય સરકારે મહત્વનો ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે.

ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરાઈ

મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, જમીનોના વિવિધ પ્રકારના વહેવારો તથા વિવિધ પરવાનગી માટેની અરજીઓ જેવી કે ખેતીની જમીનની ખરીદી, શરતફેર અંગેની અરજી, બિનખેતીની અરજી વગેરે સમયે જરૂર જણાયે ખેડુત ખરાઈ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેતું હોય છે. ખેડૂત ખરાઈના કારણે વિવિધ અરજીઓમાં થતો વિલંબ ઘટાડવા તથા ખાતેદારોને થતી હાલાકી નિવારવાના આશયથી ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. આ સેવા વધારે લોકાભિમુખ બનાવવાના આશયથી અરજદાર દ્વારા કરાયેલી અરજી બાબતે ક્ષતિ જણાય તો તેની પૂર્તતાનો વિકલ્પ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી અરજદાર પૂર્તતા માટે પરત કરેલી અરજી સંદર્ભેની પૂર્તતા દિન-7માં કરે તો તેવા કિસ્સાઓમાં પૂર્તતા ધ્યાને લઇને અરજીનો નિર્ણય કરવામાં આવશે.

મુદ્દતમાં કરાયો વધારો

રાજ્યમાં ડીજીટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડઝ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) હેઠળ ખેતીની જમીનનું રિ-સર્વે કરી પ્રમોલગેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રિ-સર્વે રેકર્ડ પ્રમોલગેશન બાદ ક્ષતિ સુધારણા માટે ખેડુતોને સરળતા રહે તે માટે સાદી અરજી દ્વારા વાંધા અરજી કરી સુધારો કરી આપવા સુપ્રિ.લે.રે.ને નિકાલ કરવાની સત્તા આપવામાં આવી છે. જે અરજી કરવાની મુદ્દત 31 ડિસેમ્બર 2020 પૂર્ણ થવાથી કોવિડ‌-19 મહામારીના કારણે રિ-સર્વે પ્રમોલગેશનમાં થયેલ ક્ષતિ સુધારવામાં હેરાનગતિ ન થાય તે હેતુથી અરજદારને રિ-સર્વે પ્રમોલગેશન બાદની વાંધા અરજીઓ રજુ કરવાની સમયમર્યાદાની મુદતમાં 31 માર્ચ 2021 સુધી વધારો કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.