ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે શિક્ષણ વિભાગની વચ્ચે ચર્ચા પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી જેમાં વિપક્ષ દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે એ આક્ષેપો પ્રતિ ઉત્તર આપતા રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ વિધાનસભાગૃહમાં મહત્વની બે જાહેરાત કરી હતી. જેમાં હવે આગામી શૈક્ષણિક વર્ષથી ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષય આવશે સાથે જ ભાગવત ગીતાનો વિષય પણ ઉમેરવામાં(Bhagwad Geeta subject will added) આવશે.
બાળકોના ભાવિને લઈને નિર્ણય - જીતુ વાઘાણી વધુમાં જણાવ્યું હતું કે તું રાખ અને બે માં અંગ્રેજી વિષય ની શરૂઆત કરવામાં આવશે જેમાં સામાન્ય અંગ્રેજી જ હશે કે જ્યારે ધોરણ 5 થી ગુજરાતી ભાષાના પુસ્તકોમાં અંગ્રેજી ભાષાનો પણ સામાન્ય ઉપયોગ કરવામાં આવશે જેથી આગામી સમયમાં ગુજરાતી માધ્યમના બાળકોને અંગ્રેજી terminology સમજી શકે આ સાથે જ ગુજરાતી ભાષાના શબ્દો ને અંગ્રેજીમાં શું કહેવાય તે સરળતાથી પહેલેથી જ તેમને સારી રીતે જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુથી ગણિત અને વિજ્ઞાનના પુસ્તકોમાં અમુક જગ્યાએ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે આ બાબતે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પુસ્તકો પણ તૈયાર કરી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે..
ધોરણ 1 અને 2માં વિદ્યાર્થીઓને પરિચય અંગ્રેજી શીખવાડવા બાબત જેમાં વિદ્યાર્થીઓ માટે અંગ્રેજીનું પાઠ્યપુસ્તક નહીં હોય માત્ર શિક્ષક માટે શિક્ષક માર્ગદર્શિકા રૂપે હશે કે જેના દ્વારા વિદ્યાર્થીઓને રસપ્રદ રીતે અંગ્રેજી શિક્ષણ આપી શકાશેધોરણ 3થી અંગ્રેજીનું સ્વતંત્ર પાઠ્યપુસ્તક કરવા બાબત જેથી વિદ્યાર્થીઓ અંગ્રેજી વિશેથી વધુ પરિચિત થઈ શકે. ધોરણ 6 થી 8ના માત્ર ગણિત અને વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકોનો અમલ કરવામાં આવશે અન્ય વિષયોના પાઠ્યપુસ્તકો યથાવત રાખવામાં આવશે ગણિત અને વિજ્ઞાનના પુસ્તકોનું (Mathematics and science books)વિષયવસ્તુ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં છપાયેલું હશે. આદિવાસી પુસ્તકોનો અમલ રાજ્યની 15,000 જેટલી સરકારી પ્રાથમિક સ્કૂલ ઓફ એક્સિલન્સ અને અન્ય સરકારી અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓ(Self-supporting schools) સ્વૈચ્છિક રીતે આ પુસ્તકમાં અમલ કરી શકશે.
![ભાગવત ગીતાનો વિષય પણ ઉમેરવામાં આવશે.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14760634_gngr12_aspera.jpg)
આ પણ વાંચો: 3300 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે: જીતુ વાઘાણી
ભાગવત ગીતા પણ હવે અભ્યાસક્રમમાં - વિધાનસભા ગૃહમાં(Gujarat Assembly 2022) રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ શિક્ષણ વિભાગની ચર્ચા દરમિયાન ભાગવત ગીતાનો પણ હવે અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે તે બાબતની પણ વિધાનસભા ગૃહમાં જ જાહેરાત કરી હતી. આ બાબતે જીતુ વાઘાણી વધુમાં જણાવ્યું હતું કે ભાગવત ગીતાના અમુક શ્લોક અને અમુક પંક્તિઓની શરૂઆતના તબક્કામાં એટલે કે ધોરણ 1 થી 5માં પ્રાર્થના સ્વરૂપમાં લેવામાં આવશે. ત્યારબાદ ધોરણ 6 થી 9ના અભ્યાસક્રમમાં ભાગવત ગીતાના અમુક પાઠ અને કાવ્યો(Some lessons and poems) રાખવામાં આવશે. ત્યારબાદ 9થી 12ના અભ્યાસક્રમમાં ભાગવદ્ ગીતાના અમુક અંશો(Excerpts from the Bhagavad Gita) પણ રાખવામાં આવશે જેથી બાળકને પહેલેથી જ આધ્યાત્મિક જ્ઞાન બન્યું હશે.
કોંગ્રેસે કરેલા આક્ષેપો ખોટા - રચના શિક્ષણ વિભાગના કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીએ કોંગ્રેસના સભ્યોએ શિક્ષણ વિભાગ પર કરેલા તમામ આક્ષેપોને ખોટા ઠેરવ્યા છે જ્યારે જીતુ વાઘાણી જણાવ્યું હતું કે વર્ષ 1994માં કોંગ્રેસની સરકારે ગુજરાતમાં ફક્ત 700થી 800 કરોડ રૂપિયાનો જ શિક્ષણ પાછળનું બજેટ ફાળવ્યું હતું. જ્યારે આજે ભુપેન્દ્ર પટેલની સરકારે 34,000 હજાર કરોડ રૂપિયાનું બજેટ જાહેર કર્યું છે. જ્યારે ગત વર્ષ કરતા આ વર્ષના બજેટમાં 14 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ કોંગ્રેસની સરકારમાં 42,368 હજારથી વધુ શિક્ષકોની ઘટ હતી અને 40,053થી વધુ ઓરડાઓની ઘટ હતી જ્યારે આજે ફક્ત 19000 ઓરડાઓની ઘટ છે, જ્યારે રાજ્યની શાળાઓમાં 92 ટકા જેટલા શિક્ષકો સંપૂર્ણ રીતે ભરેલા છે.
20 થી ઓછા શિક્ષકો એટલે શાળાઓ બંધ - જીતુ વાઘાણી વિધાનસભા ગૃહમાં નિવેદન આપતાં જણાવ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્ય એવા નિવેદન કરે છે કે રાજ્ય સરકારે પાંચ હજારથી વધુ શાળાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ રાજ્ય સરકારે ફક્ત છે સારો જ બંધ કરી છે. જેમાં 171 શાળામાં 20 થી ઓછા વિદ્યાર્થીઓ હોવાના કારણે આ નિર્ણય કરવો પડયો ત્યારે 497 શાળાઓ મર્જ કરવામાં આવી છે. જ્યારે મર્જ કરતી વખતે વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં જવું ન પડે તે માટે ત્રણ કિલોમીટરની અંદરની બીજી અન્ય સરકારી શાળામાં તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવ્યું છે.
ગ્યાસુદીન દીન આપ પાર્ટીના વખાણ કર્યા - કોંગ્રેસના અમદાવાદના ધારાસભ્ય(Congress MLA from Ahmedabad) ગ્યાસુદ્દીન શેખે આમ આદમી પાર્ટીના વખાણ કર્યા હતા. જે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે સરકારી શાળાઓનું ખૂબ જ વિકાસ કર્યો છે અને હવે અત્યારે સરકારી શાળામાં ISISના બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારે પણ આ રીતનું કામ કરવું જોઈએ. આ સાથે જ રીતે ગત વર્ષે કોરોનાના સમયગાળા દરમિયાન પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 25 ટકા માફી આપવાની જાહેરાત કરી હતી ત્યારે આ વખતે પણ રાજ્ય સરકાર ફી માફી કરે તેવી માંગ કરી હતી. જેના પ્રત્યુત્તરમાં જીતુ વાઘાણી જવાબ આપ્યો હતો કે તે સમયની પરિસ્થિતિ અલગ હતી અને જ્યારે ફી માફી કરવા બાબતની અરજી અત્યારે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. જ્યારે અત્યારના સમયમાં ગુજરાતની સરકારી શાળામાં અઢી લાખ બાળકો પાછા આવ્યા છે.