ગાંધીનગર: અમદાવાદ ગ્રામ્યમાં કિશન ભરવાડની ખુલ્લેઆમ હત્યા (Kishan Bharvad Murder Case)ની ઘટના બની, ત્યારબાદ વર્ષ 2008માં થયેલા અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ (Ahmedabad Serial Bomb blast Case)ના તમામ આરોપીઓને સજા પણ સંભળાવી. ત્યારે રાજ્યમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. વાહન ચેકિંગ દરમિયાન ગાંધીનગરની ચિલોડા પોલીસ (gandhinagar chiloda police) દ્વારા એક બસમાંથી 4 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમાં તેમની વધુ તપાસ કરતા 4 જેટલી પિસ્તોલ તેમની પાસેથી કબજે કરવામાં આવી છે.
શાહીબાગમાં કરાઇ રેકી
આ બાબતે વધુ તપાસ કરતા અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આંગણીયા પેઢી પર લૂંટ (Angadia firm Robbery in Ahmedabad) ચલાવવાનું આયોજન હતું. સાથે જ કોન્ટ્રાક્ટ અથવા તો ટાર્ગેટ કિલિંગ (Target Killing In Ahmedabad)ની શંકા પોલીસને થઈ રહી છે. સમગ્ર ઘટનાક્રમ બાબતે ગાંધીનગર SP મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, અમદાવાદના શાહીબાગ વિસ્તાર (Ahmedabad Shahibag Area)માં આવેલી એક આંગણીયા પેઢી પર 2 દિવસ સુધી રેકી કરવામાં આવી હતી અને બસ સ્ટેન્ડ પાસે આંગડિયા પેઢીના લોકોના રૂપિયા અને ભારે મુદ્દામાલ લૂંટવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પૈકી જ તેઓ અમદાવાદ આવી રહ્યા હતા, જ્યારે એક આરોપી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારનો અને બીજો આરોપી અમદાવાદના જુહાપુરા વિસ્તાર (Ahmedabad Juhapura Area)નો છે.
મૌલાનાએ ગુજરાત આવીને 3 લાખ રૂપિયા ઉઘરાવ્યા
ગાંધીનગર SP મયુર ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશનો એક મૌલાના 2 મહિના પહેલા ગુજરાતમાં આવીને અમદાવાદ ગ્રામ્યના અનેક વિસ્તારમાં ફર્યા હતા અને મદરેસા તથા સમાજના નામે 3 લાખ રૂપિયાની ઉઘરાણી કરી હતી. જે ઉઘરાણીના રૂપિયા 3 લાખનો ઉપયોગ રિવોલ્વર ખરીદવા માટે કરવામાં આવ્યો હતો અને આ રિવોલ્વરનો ઉપયોગ અમદાવાદની આંગણીયા પેઢી (Angadia firm In Ahmedabad)ને લૂંટવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આંગણીયા પેઢીને લૂંટ્યા બાદ તેના રૂપિયા ક્યાં વાપરવા તે હજી સુધી સામે આવ્યું નથી.
આ પણ વાંચો: Kishan Bharvad Murder Case: કિશન ભરવાડ હત્યા કેસમાં આરોપીઓને ATS દ્વારા કોર્ટમાં રજૂ કરાયા
7 દિવસના રિમાન્ડ મંજૂર
ઉલ્લેખનીય છે કે તમામ 4 આરોપીઓના ગાંધીનગર કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મૌલાના (uttar pradesh maulana)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ગાંધીનગર પોલીસ દ્વારા 20 ફેબ્રુઆરીના રોજ ઉત્તર પ્રદેશ જઈને વધુ તપાસ કરવામાં આવશે અને ગાંધીનગર પોલીસ તથા ઉત્તર પ્રદેશ પોલીસ આ બાબતે જોઈન્ટ ઓપરેશન (Gandhinagar and UP Police Joint Operation) કરશે. મહત્વની વાત કરવામાં આવે તો આરોપીઓના નામમાં આસિફ ફર અબ્દુલ મજીદ અને નવાબ ધોબી બંને ઉત્તર પ્રદેશના બુલંદ શહેરના રહેવાસી છે. જ્યારે બાબુ શેખ અને મકસુદ બશીર ખાન એ અમદાવાદના રહેવાસી છે. મૌલાના નસરુદ્દીન સલીમ અને છોટે ખાન બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તમામ આરોપીઓમાં મૌલાનાને છોડીને તમામ આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.