- ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક મળી
- કોરોના મહમારી વચ્ચે 2 વર્ષ બાદ યોજાઈ બેઠક
- પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ પ્રથમ કારોબારી બેઠક
ગાંધીનગરઃ ભાજપની આજે મંગળવારે પ્રદેશ કારોબારીની બેઠક યોજાઈ હતી. કોરોના મહમારી (Corona epidemic) વચ્ચે 2 વર્ષ બાદ આ બેઠક યોજાઈ હતી. આ બેઠક પ્રદેશ કારોબારી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ(CR Patil)ની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ રીતે યોજાઈ હતી. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ પણ જોડાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી કામગીરી અગેનો અભિનંદન ઠરાવ પસાર કરાયો
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, બેઠકમા 85 ટકા લોકો હાજર રહ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ કોરોના કાળમાં કરેલી કામગીરી માટેનો અભિનંદન ઠરાવ પસાર કરાયો હતો. કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ(Tribute) આપવા બે મિનિટનું મૌન પળાયુ હતું. કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટેના પગલાંઓ અંગેની માહિતી મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન તેમજ આરોગ્ય પ્રધાન નીતિન પટેલે આપી હતી.
આ પણ વાંચોઃ Gujarat BJP: શું ગુજરાત ભાજપ મોદીની લોકપ્રિયતા પર નિર્ભર ?
રાજ્યમાં 2022ની ચૂંટણી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં જ લડવામાં આવશે
સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કેન્દ્ર તરફથી નરેન્દ્ર મોદી ભાજપના આગેવાન હશે. જ્યારે રાજ્યમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં જ ચૂંટણી લડવામાં આવશે. 2022ની ચૂંટણીઓ અંગેની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે.
આ પણ વાંચોઃ Gujarat Assembly election 2022: પોતાની જ્ઞાતિના મુખ્યપ્રધાનની ચોતરફથી માગ ! શું કરશે ભાજપ ?