ETV Bharat / city

BJP ચૂંટણી વખતે જ બિલાડીના ટોપની જેમ બહાર નથી નીકળતી: પૂર્વ મેયર

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે સૌ કોઈની નજર પાટનગર પર છે. કેમ કે, આગામી સમયમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા 44 સીટો પર દાવેદારી નોંધાઇ ચૂકી છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષમાં મેયર દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે, તે સહિતની અન્યવાતોને લઈને ETV Bharat દ્વારા પૂર્વ મેયર સાથે વાત કરવામાં આવી હતી.

BJP ચૂંટણી વખતે જ બિલાડીના ટોપની જેમ બહાર નથી નીકળતી

author img

By

Published : Sep 10, 2021, 4:16 PM IST

Updated : Nov 20, 2021, 11:52 AM IST

  • કોંગ્રેસનું કામ જ છે હોદ્દેદારો પર આક્ષેપ કરવાનું
  • ચૂંટણી પૂરી થયા બાદ નવા ઉમેદવાર આવતા ડસ્ટબિન આપવામાં આવશે
  • કોંગ્રેસ લોકોની વચ્ચે જઈને લોકોના વિકાસના કામો નથી કર્યા

ગાંધીનગર : ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી આગામી 3 ઓક્ટોબરના રોજ યોજવામાં આવશે અને 5 ઓક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, પરંતુ એ પહેલા BJP માટે ચૂંટણીમાં કોંગ્રેસ કે AAP, તેમજ અત્યારે ડસ્ટબિન મામલે અને આ પહેલા પૂર્વ મેયર પર લગાવવામાં આવેલા આક્ષેપોને લઈને ETV Bharat દ્વારા પૂર્વ મેયર સાથે ખાસ વાત કરવામાં આવી હતી.

BJP ચૂંટણી વખતે જ બિલાડીના ટોપની જેમ બહાર નથી નીકળતી

પ્રશ્ન :તમારા સમયમાં કયા એવા વિકાસના કામો છે જે કોર્પોરેશનમાં કરવાના રહી ગયા છે?

જવાબ: ગાંધીનગર મહાનગરનો સમાવેશ સ્માર્ટ સિટીમાં થયો હતો. જેમાં કોર્પોરેશનની પોતાની ગ્રાન્ટ અને સ્માર્ટ સિટીની પણ અલગથી ગ્રાન્ટ આ બંને સાથે પાંચ વર્ષમાં મારી સાથે દરેક કોર્પોરેટરે વધુ વિકાસ કરવાનો પ્રયત્ન કરે છે અને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો એનો પણ ભરપૂર ઉપયોગ કર્યો છે. જેમ કે, અંડર પાસ, સિકસલેન રોડ, બાગ બગીચા, આંગણવાડી દરેક ક્ષેત્રે વિકાસના કામો અત્યાર સુધી મોટાભાગના કર્યા જ છે.

પ્રશ્ન : આમ આદમી પાર્ટી પહેલીવાર અહીં ચૂંટણી લડી રહી છે. જો તેઓ કોર્પોરેશનની ચૂંટણીમાં થોડી ઘણી સીટો જીતે તો આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોઈ ફરક પડશે?

જવાબ: ભારત લોકશાહી દેશ છે. અહીં કોઈ પણ પાર્ટી આવીને ચૂંટણી લડી શકે છે. તેવી જ રીતે AAP એ પણ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, પણ ગાંધીનગર મહાનગરની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં ગાંધીનગર મહાનગરપાલિકાના કોર્પોરેટરે ખૂબ જ મહેનત કરી છે. લોકોની વચ્ચે ગયા છે અને તેમના પ્રશ્નોના સોલ્યુશન માટેનો પ્રયત્ન કર્યો છે જેથી મને વિશ્વાસ છે કે, BJP 44 સીટો પર વિજય મેળવશે.

પ્રશ્ન : તો શું આમ આદમી પાર્ટી પડકારરૂપ નહીં બને?

જવાબ: આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે આવશે લોકોના પ્રશ્નો સોલ્યુશન કરશે તો ચોક્કસથી એમને પણ એમના પ્રયત્નો પ્રમાણે વિજય મળશે. પરંતુ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે ફક્ત ચૂંટણી આવે ત્યારે જ બિલાડીના ટોપની જેમ બહાર નથી નીકળતી. 365 દિવસ અને કોર્પોરેશનના 5 વર્ષ લોકોની વચ્ચે ગયા છે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કર્યો છે. ભારતીય જનતા પાર્ટીને જનતા સ્વીકારે છે અને તેના ઉમેદવારોને વિજય અપાવશે તેવી પ્રજા પાસેથી અમને આશા છે.

પ્રશ્ન : સૂકો અને ભીનો કચરાનો જે વિવાદ છે તેમાં ડસ્ટબિન લોકોને નથી અપાયા આ માટે ફંડ નથી ફાળવાયું શું આ અન્યાય કહેવાય?

જવાબ: ગાંધીનગર મહાનગર જે જૂનું મહાનગર હતું. જેમાં ચાર વર્ષ પહેલા ડસ્ટબિન આપવામાં આવ્યા હતા અને ત્યારે મજબૂત ડસ્ટબિન આપવામાં આવ્યા હતાં જેથી 4 વર્ષમાં હજૂ પણ લોકો પાસે ડસ્ટબિન હોવા જોઈએ. નવા વિસ્તારમાં ડસ્ટબિન આપવામાં આવ્યા નથી પરંતુ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થશે, નવા ઉમેદવારો આવતા ત્યાં પણ ચોક્કસથી ડસ્ટબિન આપવામાં આવશે.

પ્રશ્ન : તમારી પર આ પહેલા કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવ્યા હતા આ વાતમાં કેટલું તથ્ય છે?

જવાબ: કોંગ્રેસ પાર્ટી દ્વારા જ્યારે પણ કોઈ આક્ષેપ લગાવવામાં આવે છે એ કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા જ લગાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ લોકોની વચ્ચે જઈને લોકોના વિકાસના કામો નથી કર્યા પણ ભાજપના કોઈ પણ હોદ્દેદારોને કેવી રીતે બદનામ કરવા, કેવી રીતે આક્ષેપ લગાવવા એનું જ કામ કર્યું છે. લોકોની પરવા અને લોકોના વિકાસના કામો નથી કર્યા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શું કામ કરી રહ્યા છે તેના પર નજર રાખી છે. જેથી આ વખતે હવે તેમને જનતા બતાવશે કે તેમને કેવા પ્રકારના કામો કર્યા છે.

પ્રશ્ન : સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કયા પ્રકારના મેયર આગામી સમયમાં ગાંધીનગર કોર્પોરેશનને મળવા જોઈએ?

જવાબ: આ વખતે ગાંધીનગરમાં રિઝર્વ સીટ છે જેથી મેયર એજ બનશે. આની પહેલા બે ટર્મમાં ભારતીય જનતા પાર્ટીના મેયર બન્યા છે. તેમને વિકાસલક્ષી કામો કર્યા છે આગળના મેયર પણ ગમે તે જ્ઞાતિ-જાતિના હોય પરંતુ એ પ્રજાના હિતને ધ્યાનમાં રાખે એ મહત્વનું છે.

Last Updated : Nov 20, 2021, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.