ETV Bharat / city

પોલીસે ખેડૂતો ઉપર કરેલા અત્યાચાર મુદ્દે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર અપાયું

ખેડૂતો પર થયેલા અત્યાચાર મુદ્દે આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી, પ્રદેશ પ્રવક્તા ડો. હિમાંશુ પટેલ, જિલ્લા મહામંત્રી મંગળસિંહ સોલંકીએ જિલ્લા કલેક્ટર ડો. કુલદિપ આર્યને આવેદન પત્ર આપ્યું હતુ.

ગાંધીનગર
ગાંધીનગર
author img

By

Published : May 22, 2020, 5:17 PM IST

ગાંધીનગર: વૈશ્વિક કોરોના મહામારીમાં 55 દિવસના લોકડાઉનના પરિણામે તમામ ધંધા રોજગાર બંધ છે. સામાન્ય મધ્યમવર્ગને જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ થઈ ગયો છે. તેવા સમયે જગતનો તાત સૌથી વધુ મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે.

મોંઘા ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, મોઘી વિજળી, સિંચાઈના મોંઘા પાણી સહિતના કારણે દિવસેને દિવસે ખેતી અને ખેતપેદાશો મોંઘી થતી જાય છે. ખેડૂતોને ખેતપેદાશોના ભાવ મળતા નથી. ત્યારે ખેડૂતોના પ્રશ્નો માટે વહીવટીતંત્ર જાગૃત થાય તે હેતુસર લોકત્રાંતિક રીતે ડુંગળી સહિતની ખેતપેદાશો PM CARE FUND માં જમા કરાવવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલીયા અને ખેડૂત પ્રતિનિધિઓએ રાજકોટ કલેક્ટર સમક્ષ જાહેર કર્યો હતો. દમન સામે જીલ્લા કોંગ્રેસ દ્રારા ગાંધીનગર કલેક્ટરને આવેદન આપ્યું હતુ.

ગાંધીનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ કહ્યુ કે, ખેડૂતોને પડતી મુશ્કેલીમાં વહિવટીતંત્ર સંવેદનશીલ બને અને ખેડૂતોને ન્યાય મળે, ખેત પેદાશોના ભાવ મળે તેવો હતો. વહિવટીતંત્ર સરકારના ઈશારે કિસાન આગેવાનો અને ખેડૂત પ્રતિનિધિઓ પર જુદી જુદી કાયદાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

માત્ર ગુન્હો દાખલ કરીને અટકાયત જ નહીં પણ સાથોસાથ કિસાન આગેવાનોને પોલીસે બેરહમીપૂર્વક ઢોર માર માર્યો હતો. અંગ્રેજોને પણ શરમ આવે તેવો પોલીસે ખેડૂતો ઉપર અત્યાચાર ગુજાર્યો હતો. ખેડૂતોના મુદ્દે વિચારપૂર્વક લડત લડતા કિસાન આગેવાનો પર પોલીસનો અત્યાચાર નીંદાને પાત્ર છે.

કિસાન આગેવાનો અને ખેડૂત પ્રતિનિધિઓએ કોઈ નિયમનું ઉલ્લંઘન કર્યુ હોય તો તેમને સજા કરવાનો અધિકાર ન્યાયતંત્રને છે, પોલીસ ને નહિ. સમગ્ર ઘટનામાં રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિ સ્પષ્ટ ઉજાગર થઈ છે. ખેડૂતો માટે ન્યાય માંગનાર, ખેડૂતોના મુદ્દે લડત ચલાવનાર અને ખેડૂતોના હક્કના નાણાં ચાઉં કરી જનારને ખુલ્લા પાડનારને પોલીસના અત્યાચારથી શું રાજ્ય સરકાર મૌન કરાવવા માંગે છે ? શું ખેડૂતોના હક્કની લડાઈ લડવી ગુન્હો છે ? આમ ઉપરોક્ત બાબતે રાજકોટ કલેક્ટર સમક્ષ રજુઆત કરનાર ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલીયા પર બેરહમીપૂર્વ અત્યાચાર કરી ઢોર માર મારનાર પોલીસ અધિકારી અને જેના ઈશારે આ ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવ્યુ છે તેમની સામે તાત્કાલીક પગલાં ભરવા માંગ કરતુ આવેદન પત્ર આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી, પ્રદેશ પ્રવક્તા ડો. હિમાંશુ પટેલ, જિલ્લા મહામંત્રી મંગળસિંહ સોલંકીએ જિલ્લા કલેક્ટર ડો. કુલદિપ આર્યને આપ્યું હતુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.