ગાંધીનગર અમેરિકાના જાણીતા વૈજ્ઞાનિક એવા ડો વિવેક લાલ શુક્રવારે ગુજરાતની મુલાકાતે (American scientist Vivek Lall visits NSFU Gandhinagar) પહોંચ્યા હતા. અહીં તેમણે ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટી (national forensic sciences university)ની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે યુનિવર્સિટીના અધિકારીઓ સાથે ટેકનોલોજીના વિશિષ્ટ ક્ષેત્રો તેમ જ ભારત અને USA સાથે મળીને સહયોગ કરી શકે તે અંગે વિચારણા થઈ હતી. તો NFSUના (NFSU gandhinagar) નિષ્ણાતોએ ડૉ. વિવેક લાલ સાથે ન્યૂક્લિયર ફોરેન્સિક્સ, સાઈબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડિજિટલ ફોરેન્સિક્સ પર વિગતવાર ચર્ચા કરી હતી.
અહીં પણ આપી ચૂક્યા છે સેવા ઉલ્લેખનીય છે કે, ડો વિવેક લાલ એક પ્રખ્યાત વૈજ્ઞાનિક છે. તેઓ વોશિંગ્ટન ડિસીમાં ઈન્ટરનેશનલ એડવાઈઝરી ગૃપ ઑફ કોમર્સમાં છે અને વોશિંગ્ટન ડિસીમાં US ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના (us india business council) બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં પણ કાર્ય કરી રહ્યા છે. તેમણે ફોર્ટ વર્થ, ટેક્સાસમાં આવેલા લોકહીડ માર્ટિન ખાતે એરોનોટિક્સ સ્ટ્રેટેજી અને બિઝનેસ ડેવલપમેન્ટના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે પણ સેવા આપી છે.
ડો લાલે વિદ્યાર્થીઓને કર્યા સંબોધિત ડો વિવેક લાલે સાયબર સિક્યોરિટી અંગેના સેન્ટર ઑફ એક્સલેન્સની (cyber security centre of excellence gandhinagar) પણ મુલાકાત લીધી હતી. તેમણે ઈન્ટરનેટ ઑફ થિંગ્સ (Internet of Things IoT) અને ઓપરેશનલ ટેક્નોલોજી (OT) વર્ટિકલ્સમાં યુનિવર્સિટી દ્વારા થતા કાર્યોની પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ સંબોધિત કર્યા હતા.
અમેરિકી વૈજ્ઞાનિકે આપ્યું માર્ગદર્શન અહીં તેમણે ઑટોમોબાઈલ, એનર્જી સેક્ટર, ઈલેક્ટ્રોનિક્સ, મેટાવર્સ, આર્ટિફિશિઅલ ઈન્ટેલિજન્સ, માનવરહિત એરક્રાફ્ટ, બ્રેઈન કમ્પ્યૂટર ઈન્ટરફેસ અને ટેક્નોલોજી ડેવલપમેન્ટ અને પૉલિસી મેકિંગમાં ગેપ જેવી મહત્વની ટેક્નોલોજીની ભૂમિકા પર માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ભારત યુએસએ સહયોગ (india us military cooperation) માટે મિલિટરી ઈન્ટેલિજન્સ શેરિંગ તથા અનેક ક્ષેત્રો સરકાર વચ્ચેના સહકાર વિશે પણ વાત કરી હતી.