- નર્સિંગ કર્મચારીઓની હડતાળ અંગે આરોગ્ય પ્રધાન નીતિન પટેલ અને નર્સિંગ કર્મચારી સંગઠન વચ્ચે બેઠક યોજાઇ
- રાજ્ય સરકારે નર્સિંગ એલાઉન્સમાં કર્યો 130 ટકાનો વધારો
- નર્સિંગ કર્મચારી સંગઠન દ્વારા સરકારની તમામ શરતોને માનવામાં આવી
ગાંધીનગર : રાજ્યના યુનાઇટેડ નર્સિંગ ફોરમ ( United Nursing Forum )ના 15 હજાર જેટલા નર્સિંગ કર્મચારીઓના પ્રશ્નોનું છેલ્લા કેટલાય સમયથી નિવારણ થતું ન હતું, નર્સિંગ કર્મચારીઓએ સોમવારના રોજ રાજ્યવ્યાપી હડતાળ કરવાની જાહેરાત કરી હતી. જે બાદ ગુરુવારના રોજ રાજ્યના આરોગ્ય પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે બેઠક કરીને તમામ પડતર પ્રશ્નો મુદ્દે સમાધાન થયું હતું. જે કારણે યુનાઇટેડ નર્સિંગ ફોરમ ( United Nursing Forum ) દ્વારા હવે હડતાળ નહીં કરીને સરકારની તમામ શરતોને માનવામાં આવી છે.
નર્સિંગ કર્મચારીઓના 130 ટકાનો વધારો
આ બાબતે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યના તમામ નર્સિંગ કર્મચારીઓના નર્સિંગ અલાઉન્સમાં રૂપિયા 1,700નો એટલે કે, 130 ટકાનો વધારો કરીને રૂપિયા 3,000નું નર્સિંગ અલાઉન્સ આગામી તારીખ 1 જુલાઇ, 2021થી આપવાનો નિર્ણય આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જેનો લાભ 15,000થી વધુ નર્સિંગ કર્મચારીઓને થશે.
યુનાઇટેડ નર્સિંગ ફોરમ ( United Nursing Forum )એ માન્યો સરકારનો આભાર
આ બાબતે યુનાઇટેડ નર્સિંગ ફોરમ ( United Nursing Forum )ના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય સમયથી સરકાર સમક્ષ ગ્રેડ પે વધારા અને અન્ય વધારાની માગણી કરવામાં આવી હતી, ત્યારે એ બધા ઉપર ગુરુવારના રોજ નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલ અને આરોગ્યના અધિકારીઓ સાથે બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુખદ અંત આવ્યો છે, જેમાં યુનાઇટેડ નર્સિંગ ફોરમ ( United Nursing Forum )ની 5 માગ પૈકી 2 માગ સ્વીકારવામાં આવી છે. નર્સિંગ અલાઉન્સ રૂપિયા 1,300ને બદલે રૂપિયા 3,000 અપાવામાં આવશે. આ ઉપરાંત સરકારે બઢતી અને ભરતીની માંગણી સ્વીકારવામાં આવી છે.
20 જૂનના રોજ નર્સિંગ પરીક્ષા
રાજ્યના નાગરિકોને ત્વરિત આરોગ્ય સવલતો મળી રહે અને આરોગ્ય વિભાગમાં વધુ માનવબળ જોડાય તે માટે 2,000 જેટલી સ્ટાફ નર્સની ભરતી કરવાની મંજૂરી આરોગ્ય વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે. જેની પરીક્ષા આગામી 20 જૂન, 2021ના રોજ GTU દ્વારા લેવામાં આવશેે. આ પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ તમામ વહીવટી કામગીરી પૂર્ણ કરીને સત્વરે આદેશો કરવામાં આવશે. યુનાઇટેડ નર્સિંગ ફોરમ ( United Nursing Forum ) દ્વારા બઢતી-બદલી સહિતના અન્ય પ્રશ્નો અંગે પણ રાજ્ય સરકાર હકારાત્મક અભિગમ થકી સત્વરે નિર્ણય કરશે.
આ પણ વાંચો -
- ડૉક્ટર્સ 25 હજાર લેવા માટે હડતાળ પર જવા માગે તો તે યોગ્ય નથી - નીતિન પટેલ
- આ સમય હડતાળ પર જવા માટે યોગ્ય નથી: જ્યંતી રવિ
- સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો હડતાળ ઉપર, વિવિધ 14 માંગો પુરી કરવા કરી રજૂઆત
- સુરતમાં પડતર માગણી અંગે સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ સાઈકલ યાત્રા યોજી હડતાળ પર ઉતર્યા
- મહેસાણામાં પડતર પ્રશ્નો અંગેની હડતાળમાં જોડાયેલા 11 આરોગ્ય કર્મીઓ સામે ફરિયાદ
- ભુજ જનરલ હોસ્પિટલમાં કર્મચારીઓને છૂટા કરાતા અન્ય કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન
- તાપી:જિલ્લાની હોસ્પિટલોમાં ફરજ બજાવતા નર્સો અને નર્સિંગ સ્ટુડન્ટોની હડતાળ
- મહેસાણામાં ઇનસર્વિસ તબીબો પડતર માગોને લઇ હડતાળ પર ઉતર્યા
- જામનગરની ગુરુગોવિદસિંહ હોસ્પિટલનો 700 જેટલો નર્સિંગ સ્ટાફ હડતાળ પર
- ભુજની મેન્ટલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફની હડતાળ