- રાજ્યના તમામ જિલ્લામાં ઓમિક્રોન વાઇરસના સંક્રમણની તૈયારીઓ
- અમદાવાદમાં વિદેશી મુસાફરે નિયમ તોડતા પોલીસ ફરિયાદ
- ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને સર્વેલન્સની કામગીરી સઘન કરાય
ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron cases in India) હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે દેશમાં ઓમિક્રોનના 17 જેટલા કેસો સામે આવ્યા છે જ્યારે ગુજરાતમાં શનિવારે જામનગર શહેરમાં એક 72 વર્ષીય વૃદ્ધ કે જેઓ ઝિમ્બામ્બેથી વાયા દુબઇ પરત ફર્યા હતા, તેઓ પણ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે, ત્યારે સરકાર દ્વારા તમામ જિલ્લા કલેકટર અને કોર્પોરેશન વિસ્તારમાં કડક સૂચના (All districts on high alert about Omicron) આપીને ઓમિક્રોન વધુ ફેલાય નહિ તે માટે કડક સૂચના આપી દેવામાં આવી છે. સૂચના આપ્યાને હવે 48 કલાક પૂર્ણ થયા છે તે દરમિયાન રાજ્યની તમામ મહાનગરપાલિકા વિસ્તારમાં કેવા પ્રકારની વ્યવસ્થા છે તે માટે જુવો ETV BHARATનો વિશેષ એહવાલ..
ફોરેનથી આવનાર લોકો માટે વિશેષ વ્યવસ્થા, ખાનગી હોટેલમાં આઇસોલેશનની વ્યવસ્થા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર આવનારા તમામ મુસાફરોનો ટેસ્ટ કરવામાં આવે છે અને તે ટેસ્ટ નેગેટિવ આવે તો તેઓને સાત દિવસ સુધી તેમના ઘરે જ આઈસોલેશનમા રહેવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદના વાસણા વિસ્તારમાં એક વ્યક્તિ કે જેઓ લંડનથી આવ્યા હતા તેઓ આઇસોલેશન નિયમનો ભંગ (breaking rules in Ahmedabad ) કર્યો છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી (Police complaint against foreign traveler) કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ હોસ્પિટલો અમદાવાદ સીવિલ હોસ્પિટલ અને અમદાવાદના તમામ ખાનગી હોસ્પિટલો મળીને કુલ 15થી 20 હજાર જેટલી બેઠકની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.
સુરતમાં 87 લોકો આઇસોલેશન હેઠળ
સુરતના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં રવિવારે આંશિક વધારો થયો હતો, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાં આઠ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા અને રાંદેર ઝોનમાં એક જ પરિવારના 5 સભ્યો પોઝિટિવ આવ્યા હતા. જેથી તે સોસાયટીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોસ્ટલ જાહેર કરી હતી. જ્યારે મનપા દ્વારા હવે ટેસ્ટિંગ ટ્રેકિંગ અને ડ્રેસિંગની કામગીરી પણ સઘન કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 87 લોકો વિદેશથી આવ્યા હતા જે તમામ લોકોને અત્યારે આઈસોલેશનમા રાખવામાં આવ્યા છે.
રાજકોટમાં 800 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે નવા વેરિયન્ટને પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. હજી સુધી રાજકોટમાં વિદેશથી આવેલા એક પણ નાગરિકમાં એમેઝોન વાયરસના લક્ષણો જોવા નથી મળ્યું, તેમ છતાં પણ સજાગતાના ભાગરૂપે 800થી વધુ બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત જરૂર પડશે તો સમરસ હોસ્પિટલ અને યુનિવર્સિટી તેમજ કેન્સર હોસ્પિટલમાં પણ બેડની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જ્યારે સિવિલ હોસ્પિટલ બહાર ઈન્ડો-અમેરિકન ફાઉન્ડેશન દ્વારા 100 બેડની હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી છે. જેનો ઉપયોગ ત્રીજી લહેર દરમિયાન કરી શકાશે.
કચ્છમાં ટેસ્ટ વધારવામાં આવ્યા
કચ્છ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર જનક માઢકે ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, નવાબ સામે કચ્છ જિલ્લામાં તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્રીજી લહેરના ભાગરૂપે 2500 ઓક્સીજન બેડ ICUની સુવિધા સાથે તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 15 જેટલા ઓક્સિજન જનરેટર પ્લાન્ટ પણ લાગી ચૂક્યા છે, જે અત્યારે કાર્યરત છે જ્યારે ત્રણ જેટલા પ્લાન્ટ પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા લગાડવામાં આવ્યા છે અને આઠ જેટલા પ્લાન્ટ હાલ નિર્માણ પામી રહ્યા છે. જ્યારે આરોગ્યતંત્ર દ્વારા કચ્છમાં કોરોના આર્ટીફીસીયલ ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યા છે, જે અગાઉ 2000 ટેસ્ટ કરવામાં આવતા હતા. તે વધારીને દૈનિક 3000 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાતની ચિંતા વધારશે વડોદરા??
એમિક્રોન વેરિયન્ટ બાબતે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે વડોદરાના એરપોર્ટ ખાતે તમામ મુસાફરોના RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જ્યારે વડોદરા કલેકટર આર.બી બારડે ટેસ્ટ વધાર્યા હોવાની પણ વિગતો આપી હતી. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ નવા વેરિયન્ટ અંગે ટેસ્ટિંગ કરતા હોવાનું જણાવી રહ્યા છે, પરંતુ આગોતરા આયોજન અંગે પૂછતા હજુ આગામી સમયમાં આયોજન કરવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું.
જૂનાગઢમાં 1081 બેડ સજ્જ
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ દ્વારા પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે, એવી ભારત સાથે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબ સુનિલકુમાર સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં પાંચ ફ્લોર પર એક હજારથી વધુ જેટલા બેડ ઓક્સિજન સાથે સજ્જ કરી દેવામાં આવ્યા છે, સિવિલ હોસ્પિટલમાં 24,000 લીટર લિકવિડ ઓક્સિજનનો સંગ્રહ કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ભાવનગરમાં દર મિનિટે 2000 ઓક્સિજન પ્લાન્ટ રિઝર્વ
ભાવનગર શહેરની સર.ટી હોસ્પિટલમાં પણ વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, હોસ્પિટલમાં 1000 બેડની વ્યવસ્થા અને દસ મિનિટ એક બે હજાર લિટર ઓક્સિજન આપતા પ્લાન્ટ અને ટેકો પણ રિઝર્વમાં રાખવામાં આવી છે, ભાવનગર શહેરના આરોગ્ય અધિકારી પીકે સિંઘે જણાવ્યું હતું કે, ભાવનગરમાં મહાનગરપાલિકામાં ૧૩ જેટલા PHC સેન્ટર અને 5 જાહેર સ્થળો ઉપર RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
લગ્ન સિઝન બાદ મુસાફરોની સંખ્યા ઘટશે
ગુજરાતમાં અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે અને ૧૫ ડિસેમ્બરની આસપાસ લગ્નની સીઝન પૂર્ણ થઈ રહી છે, ત્યારે આ બાબતે વધુ જાણકારી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, લગ્નની સિઝન છે જેથી અમદાવાદ એરપોર્ટ ઉપર વધારે મુસાફરો જોવા મળી રહ્યા છે, પરંતુ હવે ધીરે ધીરે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થતો જઈ રહ્યો છે. સાથે જ અમદાવાદમાં ઓમિક્રોન નામનો વાયરસ વધારે ફેલાય નહિ તેને ધ્યાનમાં લઈને રોજના 6000થી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેમાં 32 જાહેર જગ્યાએ અને 80 હોસ્પિટલમાં ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Omicron in Gujarat, વધુ બે શંકાસ્પદ કેસ: ઓમિક્રોન પોઝિટિવના પરિવારજનો પણ બન્યા સંક્રમિત