ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત અવિરત વરસાદ(Gujarat Monsoon 2022) પડી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં રાજ્યના હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ( Weather Department High Alert) આપી દેવામાં આવ્યું છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ આજે છોટાઉદેપુર બોડેલી રાજપીપળા અને નવસારીમાં હવાઈ નિરીક્ષણ કરશે. ભારે વરસાદના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતનો પ્રવાસ પણ મોકો રાખવામાં આવ્યો છે આ ઉપરાંત રાષ્ટ્રપતિના દાવેદાર દ્રૌપદી મુર્મુ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે હતા. ભારે વરસાદના કારણે તેઓએ પણ પ્રવાસ કર્યો છે.
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા આવશે ગુજરાત
ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય બુલિયન સેન્ટરનું ઉદ્ઘાટન - વડાપ્રધાન ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય બુલિયન સેન્ટર(International Bullion Center) શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 15 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય સેન્ટરનો ઉદ્ઘાટન કરવાના હતા. આ બાબતે રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ પણ કરવામાં આવી હતી, પરંતુ જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે. તેને ધ્યાનમાં લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમ અંતર્ગત કર્યું છે. સાબર ડેરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ(Saber Dairy Program) હતો તે પણ રદ્દ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: PM મોદી ફરી આવશે ગુજરાત, કરશે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત
કેમ રાષ્ટ્રપતિ ઉમેદવારે કર્યો ગુજરાત પ્રવાસ રદ્દ - 13 જુલાઈના એટલે કે બુધવારના દિવસે રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રોપદી મુર્મુ ગુજરાતી મુલાકાતે(Presidential candidate visit Gujarat) આવવાના હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સ્થાનિક લોકો સાથે વાતચીત પણ કરવાના હતા, પરંતુ જે રીતે ભારે વરસાદ પડી રહ્યો છે અને નર્મદા જિલ્લાને પણ એલર્ટમાં મૂકવામાં આવ્યું હતું. તેને ધ્યાનમાં લઈને 13 જુલાઈના રાષ્ટ્રપતિના કાર્યક્રમ પણ અથવા રદ્દ(Presidential Candidate Trip Cancelled) કરવામાં આવ્યો છે. આમ ભારે વરસાદના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ગુજરાતનો પ્રવાસ રદ્દ કર્યો છે.