ETV Bharat / city

રાજ્યમાં 14 જિલ્લાના 76 હજાર વનબંધુ ખેડૂતોને 35 કરોડના ખેત-ઉપયોગી કિટનું વિતરણ

વનબંધુ-આદિજાતિ વિસ્તારના ખેડૂતોને પરંપરાગત ખેતીને સ્થાને ટેકનોલોજીના વિનિયોગથી આધુનિક ખેતી તરફ વળવાની માનસિકતા કેળવવા સીએમ વિજય રૂપાણીએ રાજ્યના અંબાજીથી ઉમરગામ વિસ્તારના 14 આદિજાતિ જિલ્લાના 53 તાલુકાઓના 76,000 વનબંધુ કિસાનોને કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત 35 કરોડના ખાતર-બિયારણ કિટના વિતરણના ઇ લોન્ચીંગ કર્યું હતું.

agricultural kits distributed to forest farmers in gujarat
રાજ્યમાં 14 જિલ્લાના 76 હજાર વનબંધુ ખેડૂતોને 35 કરોડના ખેત-ઉપયોગી કિટનું વિતરણ
author img

By

Published : Jun 30, 2020, 7:05 PM IST

ગાંધીનગર: વનબંધુ-આદિજાતિ વિસ્તારના ખેડૂતોને પરંપરાગત ખેતીને સ્થાને ટેકનોલોજીના વિનિયોગથી આધુનિક ખેતી તરફ વળવાની માનસિકતા કેળવવા સીએમ વિજય રૂપાણીએ રાજ્યના અંબાજીથી ઉમરગામ વિસ્તારના 14 આદિજાતિ જિલ્લાના 53 તાલુકાઓના 76,000 વનબંધુ કિસાનોને કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત 35 કરોડના ખાતર-બિયારણ કિટના વિતરણનું ઈ-લોન્ચીંગ કર્યું હતું.

agricultural kits distributed to forest farmers in gujarat
રાજ્યમાં 14 જિલ્લાના 76 હજાર વનબંધુ ખેડૂતોને 35 કરોડના ખેત-ઉપયોગી કિટનું વિતરણ

રૂપાણીએ બિયારણ-ખાતર કિટ વિતરણના ઇ લોન્ચીંગને કોરોના સામે-કોરોના સાથે રોજિંદી પ્રવૃત્તિઓ શરૂ કરીને કોરોનાને હરાવવાની ગુજરાતની પ્રતિબદ્ધતા રૂપ અવસર ગણાવ્યો હતો. આ અંગે રૂપાણીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી વંચિત વનબંધુઓ-છેવાડાના અંતરિયાળ વિસ્તારના આદિજાતિઓ વિકસીત ન થાય ત્યાં સુધી વિકાસ અધૂરો છે. આ સરકારે પણ વનબંધુઓના વિકાસને વધુ ગતિ આપવા પેસા એકટનો અમલ કરીને વનબાંધવોને જમીન માલિક બનાવ્યાં છે. એટલું જ નહીં, આદિજાતિ વિસ્તારોમાં મેડિકલ કોલેજ, એકલવ્ય શાળાઓ, વીજળી સિંચાઇ સુવિધાઓ આપીને વનબંધુઓને સમયાનુકૂલ વિકાસની નવી દિશા આપી છે.

રૂપાણીએ કહ્યું કે, કૃષિ વૈવિધ્યકરણ યોજના રાજ્યના નાના અને સીમાંત આદિવાસી ખેડૂત ભાઇ-બહેનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આદિજાતિ વિભાગનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. આ યોજના અંતર્ગત આદિજાતિ ખેડૂતોને 1 એકર જમીન માટે સુધારેલ જાતના શાકભાજીના બિયારણ અથવા મકાઇના પાક માટેના બિયારણનો લાભ આપવામાં આવે છે. ખેડૂતોને ખાતરમાં યુરિયા 45 કિ.ગ્રામ, એન.પી.કે.50 કિ.ગ્રામ અને એમોનીયમ સલ્ફેટ 50 કિ.ગ્રામની કીટ આપવામાં આવે છે.

રૂપાણીએ કહ્યું કે, આદિવાસી ખેડૂતો માત્ર પરંપરાગત ખેત પદ્ધતિ ઉપર જ નિર્ભર ન રહેતા સુધારેલા મકાઇ તથા શાકભાજીના બિયારણ તથા ખાતર અને ખેતીને લગત આવશ્યક તાલીમ મેળવી વધુ ખેત ઉપજ કરાવવાનો કાર્યક્રમ હાથ ધરાયો છે. ખેડૂતો વધુ આવક રળતા થાય અને તેમનું જીવનધોરણ સદ્ધર થાય તેવા ઉદેશ્યથી શરૂ થયેલી આ યોજનામાં અત્યાર સુધીમાં આશરે પાંચ લાખ આદિજાતિ ખેડૂતોને લાભો આપવામાં આવ્યાં છે.

રૂપાણીએ કહ્યું કે, કોરોના, કોવિડ-19 સંક્રમણની સ્થિતીમાં જે વનબંધુ-આદિજાતિ શ્રમિકો પોતાના વતન જતા રહ્યા હતા. તેવા શ્રમિકો કામકાજના સ્થળે પાછા આવે ત્યારે તેમને આવાસ મળી રહે તે માટે ગુજરાત આત્મનિર્ભર પેકેજમાં ખેતમજૂરો અને શ્રમિકોના આવાસ માટે રૂ. 350 કરોડની મકાન સહાય સબસિડીની જોગવાઇ કરવામાં આવી છે. આ આવાસથી વંચિત આદિવાસી ખેતમજૂરો અને શ્રમિકોને આવાસ સુવિધા આપવાની સરકારની નેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.