- કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં ડ્રોન રેગ્યુલેશનના નિયમો લાગુ કર્યા
- રાજ્ય સરકાર પણ નિયમ લાગુ કરવાની કરી તૈયારી
- અમદાવાદ શહેરમાં લાગુ છે ડ્રોન પોલિસી
ગાંધીનગર: કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં ડ્રોન રેગ્યુલેશનના નિયમો લાગુ કર્યા છે. કેન્દ્ર સરકારના આ નિયમ પ્રમાણે હવે ડ્રોન ઉડાડવા માટે લાઈસન્સ જરુરી બનશે અને ટ્રેનિંગ પણ ફરજિયાત લેવી પડશે. ત્યારે હવે ગુજરાત સરકારે પણ આ નિયમો પર અભ્યાસ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
અમદાવાદમાં ડ્રોન નિયમ લાગુ છે
ડ્રોન ઉડાડતા પહેલા પરવાનગી લેવી ફરજિયાત
મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરીય સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં ડ્રોન નિયમ પહેલેથી જ લાગુ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં પોલીસની પરવાનગી વગર ડ્રોન ઉડાડવું એ નિયમોને વિરુદ્ધ છે. ડ્રોન ઉડાડતા પહેલા પોલીસ સ્ટેશન અને પોલીસ અધિકારીની પરવાનગી લેવી ફરજિયાત છે, ત્યારે આવનારા સમયમાં કેન્દ્ર સરકારના નિયમો પ્રમાણે રાજ્યના તમામ વિસ્તારોમાં આ નિયમો લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ પઠાણકોટ બોર્ડર પર દેખાયું ડ્રોન BSF જવાનોએ ફાયરિંગ કરતા પાકિસ્તાન પર ફર્યું
ગૃહ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ
ગૃહ વિભાગના ઉચ્ચ સ્તરીય સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં ડ્રોન રેગ્યુલેશન નિયમ લાગુ કર્યો છે, ત્યારે ગુજરાતમાં આ નિયમને લાગુ કરવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારના નોટિફિકેશન પ્રમાણે ડ્રોન ઉડાડવા માટે ઓનલાઈન પરમિશન લેવી ફરજીયાત છે. આ માટે DCGA ની પરવાનગી પણ લેવી પડશે.
શું છે નિયમ
નિયમની જો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા જે નિયમ બહાર પાડવામાં આવ્યાં છે. તે નિયમ પ્રમાણે દેશભરમાં 250 ગ્રામથી વધુના વજન વાળા ડ્રોન ઉડાડવા માટે લાયસન્સ અને ટ્રેનિંગ ફરજીયાત કરી દેવામાં આવી છે. વગર ટ્રેનિંગ અને લાયસન્સ વગર જો ડ્રોન ઉડાડવામાં આવશે તો રૂપિયા 25 હજાર સુધીનો દંડ અને સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે રીમોટ પાયલોટ લાઇસન્સ માટે ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર ધોરણ 10 સુધીનું ભણતર અને મેડિકલ ફીટ એટલે કે મેડિકલ સર્ટિફિકેટ સાથે સાથે સરકારી પરીક્ષા પણ પાસ કરવી પડશે.
ડ્રોન ખોવાઈ જાય, તૂટી જાય તો કરવી પડશે જાણ
વધુમાં જો વાત કરવામાં આવે તો ડ્રોન ખોવાઈ જાય અથવા તો તૂટી જાય તો આ બાબતની જાણ સરકારને ફરજિયાત રીતે કરવાની રહેશે. જ્યારે નેનો ડ્રોન 15 મી મધ્યમ 3.60 મીટર અને નાના ડ્રોન 120 મીટરની ઊંચાઈ પર ઉડાડવાની પરવાનગી આપવામાં આવશે. જ્યારે પ્રતિબંધિત વિસ્તારોમાં ડ્રોન ઉડાડવુ અને ફોટોગ્રાફી કરવાનો પ્રતિબંધ રહેશે.
ગાંધીનગરથી પાર્થ જાનીનો EXCLUSIVE અહેવાલ