- રાજ્ય સરકારે કોરોના ફ્રન્ટ લાઈન વોરિયર્સ ડેટાબેઝની પ્રક્રિયા શરૂ કરી
- પીએમ મોદીએ આપી હતી સૂચના
- પ્રથમ વેકસીન ફ્રન્ટલાઈન વોરિયર્સને આપવામાં આવશે
- રાજ્યમાં 2.10 લાખ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ
અમદાવાદઃ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સઘન પ્રયાસ અને માર્ગદર્શનથી દેશ કોરોના રસીના સંશોધનમાં અગ્રેસર છે અને બે રસી ફેઝ-૨ માં અને ત્રણ રસીનું સંશોધન અંતિમ તબક્કામાં પહોચી ગયું છે. જેથી ટૂંક સમયમાં કોવિડ-19ની રસી દેશમાં ઉપલબ્ધ થનાર છે ત્યારે રાજયમા કોરોનાની સારવાર આપવામાં અગ્રેસર સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાના તમામને પ્રાયોરિટીના ધોરણે રસી અપાશે રસીકરણના અમલીકરણ માટે ડેટાબેઝ તૈયાર કરવાની પ્રક્રિયા રાજય સરકાર દ્વારા શરુ કરી દેવામા આવી છે.
● કોરોનાની ટ્રીટમેન્ટ આપતી ખાનગી અને સરકારી આરોગ્ય સંસ્થાઓને અપાશે અગ્રિમતા
આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની સારવાર આપવામાં અગ્રેસર સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાના તમામને પ્રાયોરીટીના ધોરણે રસી આપવાનું નક્કી કરવામાં આવેલ છે અને તેના અમલીકરણ માટે ડેટાબેઝ તૈયાર કરવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. સરકારી આરોગ્ય સંસ્થાની સાથે સાથે ખાનગી હોસ્પિટલો, કોર્પોરેટ હોસ્પિટલ, આયુષ દવાખાના અને હોસ્પિટલ, ડેન્ટીસ્ટ, જનરલ પ્રેકટીસનર (એલોપેથી/આયુષ) વગેરે તમામની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. સાથે સાથે રાજ્યની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, આંગણવાડી સ્ટાફને પણ આવરી લેનાર છે. આ કામગીરી માટે રાજ્ય કક્ષાએ મિશન ડાયરેક્ટર (NHM)ને નોડલ અધિકારી બનાવવામાં આવેલ છે. જયારે જીલ્લા/કોર્પોરેશન કક્ષાએ કલેક્ટર/મ્યુનિ. કમિશ્નરને નોડલ અધિકારી બનાવવામાં આવેલ છે.ડેટાબેઝ પ્રમાણે લગભગ 2.10 લાખ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ છે
● રાજયમાં ફ્રન્ટલાઈન વર્કર 2.10 લાખથી વધુ
રાજયના તમામ જિલ્લા/કોર્પોરેશન હેલ્થ કેર વર્કર્સનો ડેટાબેઝ તૈયાર કરવાની કામગીરી 31 ઓક્ટોબર 2020 સુધીમાં સંબંધિત કક્ષાએથી કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરીમાં રાજ્યના આરોગ્ય વિભાગના કર્મીઓ સાથે ખાનગી હોસ્પિટલ/સ્ટાફનો પણ સહકાર લેવામાં આવશે. 70,000 થી વધુ સરકારી આરોગ્ય સંભાળ કાર્યકર્તાઓ (તજજ્ઞથી લઇ વોર્ડબોય/સ્વીપર સુધી તમામ), ૪૦,૦૦૦થી વધુ આશા બહેનો, 1 લાખથી વધુ આંગણવાડી સ્ટાફ અને મોટી સંખ્યામાં ખાનગી આરોગ્ય સંસ્થાનો સ્ટાફ (તજજ્ઞથી લઇ વોર્ડબોય/સ્વીપર સુધી તમામ) વગેરેને આવરી લેવામાં આવશે.
વડાપ્રધાન મોદીની જાહેરાત બાદ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સની ડેટાબેઝ પ્રક્રિયા શરૂ, પ્રથમ તેમને અપાશે વેક્સીન - Corona vaccine
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોનાની રસી બાબતે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે તમામ રાજ્યોને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સના ડેટાબેઝ તૈયાર કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. આજે કેન્દ્રીય આરોગ્ય સચિવ સાથે થયેલા વિડીયો કોન્ફરન્સમાં રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ ગુજરાત રાજ્યમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સના ડેટાબેઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું જેમાં 2.10 લાખ જેટલા કોરોના વોરિયર્સ છે.
![વડાપ્રધાન મોદીની જાહેરાત બાદ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સની ડેટાબેઝ પ્રક્રિયા શરૂ, પ્રથમ તેમને અપાશે વેક્સીન પીએમ મોદીની જાહેરાત બાદ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સના ડેટાબેઝ પ્રક્રિયા શરૂ, આંકડો પણ જણાવાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9287569-thumbnail-3x2-frantline-7204846.jpg?imwidth=3840)
પીએમ મોદીની જાહેરાત બાદ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સના ડેટાબેઝ પ્રક્રિયા શરૂ, આંકડો પણ જણાવાયો