● મુન્દ્રા ડ્રગ્સ મુદ્દે અદાણી સામે ગુનો દાખલ કરો
● હેરોઇનનો સોદો કરનાર ભાજપ સરકાર
● બંદરોના ખાનગીકરણનું આ પરિણામ
● વિધાનસભામાં ગરજયો ડ્રગ્સનો મુદ્દો
ગાંધીનગર- ડ્રગનો આ મુદ્દો ગુજરાતના વિધાનસભામાં પણ ગરજયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, મુંદ્રા પોર્ટ પરથી અધધ માત્રામાં હેરોઇન પકડાયું છે. તેને લઈને અદાણી સામે ગુનો દાખલ કરવામાં આવે. જો કોઈ સામાન્ય માણસના ગાડીમાંથી દારૂની ખાલી બોટલ પણ પકડાય તો પોલીસ તેના પર કેસ કરે છે. તો 21 હજાર કરોડનું હેરોઇન પકડાતાં અદાણી સામે શા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી?
આ પણ વાંચોઃ મુન્દ્રા હેરોઈન કેસ: 2 કન્ટેનરમાં 2988 કિલો હેરોઈન હતું, વિવિધ રાજ્યોમાંથી 4 અફઘાન નાગરિક સહિત કુલ 8ની ધરપકડ