- AAPના કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન
- AAPના નેતા અને કાર્યકર્તાઓ પર થયેલા હુમલાની યોગ્ય તપાસની કરાઈ માગ
- યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો વિરોધ પ્રદર્શનની ચિમકી
ગાંધીનગર: જૂનાગઢમાં થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટી( AAP )ના નેતાઓ અને કાર્યકર્તાઓ પર હુમલો ( Attack )કરવામાં આવ્યો હતો. જેને લઈને AAPના કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લા કલેક્ટર ( District Collector )કુલદીપ આર્યાને પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મળીને આ હુમલો કરનારા સામે યોગ્ય કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવ્યું હતું. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પર વિસાવદર ખાતે કરવામાં આવ્યો હતો. જેથી તેમને સલામતી પૂરી પાડવા માટે પણ માગ કરાઈ હતી.
હુમલામાં ભાજપ પક્ષનું કનેક્શન હોવાનો આપનો આક્ષેપ
આમ આદમી પાર્ટીના પ્રદેશ આગેવાનો ઉપર તેમજ તેમના પરિવાર ઉપર થતા હુમલા ( Attack ) રોકવા અને સલામતી પૂરી પાડવા બાબતે આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી અને મહેશ સવાણી સહિતના નેતાઓ ઉપર હુમલાઓ કરવાની ઘટનાઓ બની છે. અત્યાર સુધીના દરેક હુમલામાં પકડાયેલા કે ઓળખાયેલા અસામાજિક તત્વોનો સત્તાધારી પક્ષ ભાજપ સાથે કનેક્શન હોવાનો આક્ષેપ પણ આપ પાર્ટીના કાર્યકર્તાઓએ આવેદનપત્રમાં કર્યો હતો.
આ પણ વાંચોઃ AAPની જનસંવેદના યાત્રા દરમિયાન વિસાવદરના લેરિયા ગામમાં કાર્યકરો પર થયો હુમલો
હુમલાની ઘટનાઓની તટસ્થ તપાસ અને સલામતી પૂરી પાડવા કરાઈ માગ
આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયા મુજબ આપના કાર્યકર્તાઓએ જણાવ્યું કે, આ વિચારધારાની લડાઈમાં હિંસાને કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. ત્યારે અમારી આમ આદમી પાર્ટી( AAP )ની ટીમની રજુઆત છે કે અત્યાર સુધી બનેલી હુમલા ( Attack )ની ઘટનાઓની તપાસ કરવામાં આવે અને પાર્ટીના પ્રદેશના નેતાઓને પુરી સલામતી પૂરી પાડવામાં આવે તેમજ પરિવારના સભ્યોને પણ સુરક્ષા પૂરી પાડવા આવેદન ઉલ્લેખ કર્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી માગણીને ગંભીરતાથી ધ્યાને લેવામાં નહીં આવે તો અમે સરકાર સામે પ્રદર્શન કરવા મજબૂર થઈશું.
આ પણ વાંચોઃ આમ આદમી પાર્ટી( AAP )ની જનસંવદેના યાત્રા પર હિંસક હૂમલા પછી રાજકારણ ગરમાયું