ETV Bharat / city

AAP Letter To Gujarat CM: શિક્ષણ વ્યવસ્થાને લઈ AAPએ લખ્યો CMને પત્ર, ભાજપે હાર્દિકને આપેલા આમંત્રણ પર ઇટાલિયાનો કટાક્ષ - ગુજરાતમાં ખાનગી શાળાઓની ફી

ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને લઇને AAPએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર (AAP Letter To Gujarat CM) લખ્યો છે. AAPએ પ્રાઇવેટ સ્કૂલોમાં કરવામાં આવેલા ફી વધારેને પાછો કરવામાં આવે તે સહિતની માંગણીઓ કરી છે. આ માંગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

ભાજપે હાર્દિકને આપેલા આમંત્રણ પર ઇટાલિયાનો કટાક્ષ

author img

By

Published : Apr 18, 2022, 5:01 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા (Education System Of Gujarat)નો મુદ્દો આમ આદમી પાર્ટી દ્વારા સતત ઉઠાવવામાં આવી રહ્યો છે. તેવામાં ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા અલગ-અલગ માંગણીને ધ્યાને રાખીને ગુજરાતના CMને પત્ર (AAP Letter To Gujarat CM) લખવામાં આવ્યો છે. તો બીજી તરફ ભાજપ દ્વારા હાર્દિક પટેલને આપવામાં આવેલા આમંત્રણ (BJP Invites Hardik Patel)ને લઈને પણ આપ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કટાક્ષ કર્યો છે.

સરકારને કામ કરવું પડે તે માટે સતત દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતના નેતાઓએ શિક્ષણને વેપાર બનાવી દીધો- ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, સરકારી શાળા (Government Schools In Gujarat) મુદ્દે મજબૂત લડત આપીને સરકારને કામ કરવું પડે તે માટે સતત દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના નેતાઓએ શિક્ષણને વેપાર બનાવી દીધો છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓની સ્કૂલો (Political Leaders School In Gujarat) બને એના માટે સરકારી સ્કૂલો ખાડે ગઈ છે, ત્યારે ગુજરાતમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટી નીકળ્યો છે અને સરકારી સ્કૂલો સતત બંધ થવાની અવસ્થામાં જોવા મળી રહી છે. બેફામ વધી રહેલી ફીને લઈને વાલીઓને પણ લૂંટવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: BJP VS AAP : શિક્ષણ મુદ્દે એકબીજાની પોલ ખોલતી ભાજપ અને આમ આદમી પાર્ટી

સરકાર ઇચ્છે તો વાલીઓને લૂંટાતા બચાવી શકે- તેમણે વધુમાં જણાવ્યું કે, દિલ્હી અને પંજાબમાં ખાનગી શાળાઓ (Private Schools In Gujarat)ની ફી વધારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિલ્હીમાં સતત 7 વર્ષથી ખાનગી સ્કૂલોમાં ફી વધી શકી નથી. તો બીજી તરફ પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારથી ખાનગી સ્કૂલોની ફી (Private Schools Fees In Gujarat) વધારવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. સરકાર ઈચ્છે તો વાલીઓને લૂંટાતા બચાવી શકે છે, પરંતુ ગુજરાતની લાચાર જનતા વતી હવે આમ આદમી પાર્ટીએ ગુજરાતના મુખ્યપ્રધાન સમક્ષ કેટલીક માંગણીઓ સાથે આ પત્ર લખ્યો છે જેમાં ગુજરાતના શિક્ષકો-ગુજરાતના વાલીઓ વતી આ માંગ કરવામાં આવી છે. જો તેને પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં લોકશાહી ઢબે તેનું વિરોધ પ્રદર્શન કરવામાં પણ આવશે.

આ પણ વાંચો: Education system of Gujarat: ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને જોવા મનિષ સિસોદીયા સોમવારે આવી રહ્યા છે

આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલી માંગો- પ્રાઇવેટ સ્કૂલોમાં ફી વધારો પાછો ખેંચવામાં આવે. ડોનેશન પ્રથા બંધ કરવામાં આવે. ડોનેશન માંગનારાઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે. યુનિફોર્મ, પુસ્તકો, નોટબુક, બૂટ-મોજા વગેરે કોઈ ચોક્કસ દુકાનેથી જ ખરીદવા બાબતે પ્રાઇવેટ સ્કૂલોની મનમાની બંધ કરવામાં આવે. પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકો (Private School Teachers In Gujarat) અને અન્ય સ્ટાફનું શોષણબંધ કરવામાં આવે. FRC કમિટીમાં વાલીઓનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે.

જે હાર્દિકને દેશદ્રોહી કહ્યો તેને જ ભાજપે આપી ઑફર- તો બીજી તરફ ભાજપ દ્વારા હાર્દિક પટેલને ભાજપમાં જોડાવા મુદ્દે આપવામાં આવેલા આમંત્રણ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ભાજપવાળા જે હાર્દિક પટેલને દેશદ્રોહી, ગુજરાત વિરોધી આવો-તેવો અલગ અલગ પ્રકારની ગાળો આપતા હતા, એ ભાજપ માટે હવે હાર્દિક સારો બની ગયો છે. હવે આ તો ભાજપને જ પૂછવું પડે આ ક્યાં પ્રકારની માનસિકતા રહેલી છે જે તમારા વિરોધમાં હોય તેના માટે પહેલા ખરાબ બોલવાનું અને જ્યારે તમને સારો લાગે, તેની જરૂર પડે, તેને લાવવો પડે ત્યારે તેના વિશે સારું બોલવાનું. આ માનસિકતા શું દર્શાવે તે ભાજપને જ પૂછવું જોઈએ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.