ETV Bharat / city

મ્યુનિસિપલ કમિશનર ગુપ્ત મિટિંગ યોજી બીજેપીનો પ્રચાર કરતા હોવાનો "આપ" અને કોંગ્રેસનો આક્ષેપ - congress

મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલે તેમના સ્ટાફ સાથે નવા સમાવિત વિસ્તારોની મુલાકાત કરી હતી, ત્યારે તેમની મુલાકાત લઈ સમસ્યાનું સોલ્યુશન આપવાનું કહી મત ભાજપને આપશો તેવો પ્રચાર કર્યો છે, તેવો આક્ષેપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી અધિકારીને આ બાબતે જાણ કરવામાં આવી છે. જેમને વીડિયો અને એફિડેવિટ સાથે ચૂંટણી કમિશનને ફરિયાદ કરી હતી.

વીડિયો અને એફિડેવિટ સાથે ચૂંટણી કમિશનને ફરિયાદ કરાઈ

author img

By

Published : Sep 24, 2021, 11:01 PM IST

Updated : Sep 25, 2021, 7:21 AM IST

  • વીડિયો અને એફિડેવિટ સાથે ચૂંટણી કમિશનને ફરિયાદ કરાઈ
  • બીજેપીના કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરતા હોવાનો આક્ષેપ
  • કમિશનર કાફલા સાથે ભાટ ગામ પહોંચ્યા હતા

ગાંધીનગર : કોર્પોરેશનની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ત્રિપાંખિયા આ જગમાં 11 વોર્ડમાં તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો એવો આક્ષેપ છે કે, ભાજપના પ્રચાર માટે મ્યુનિસિપલ કમિશનરે નવા સમાવાયેલા 8 ગામોની મુલાકાત લઇ તમારી સમસ્યાનું નિરાકરણ અમે કરીશું. તમે ભાજપને વોટ આપજો તેઓ આક્ષેપ તેમણે કર્યો છે. ગંભીર આક્ષેપ લાગતા ચૂંટણી પ્રચારમાં આ ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

વીડિયો અને એફિડેવિટ સાથે ચૂંટણી કમિશનને ફરિયાદ કરાઈ

"આપ" દ્વારા એફિડેવિટ સાથે ચૂંટણી કમિશનને ફરિયાદ કરાઈ

ભાટ ગામના રહેવાસી એવા રણજીત વાણિયાએ આ મામલે એફિડેવિટ કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ દ્વારા અમારા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને તેમને રોડ રસ્તા અન્ય કોઈપણ જાતની તકલીફ હોય તો અમને જણાવો અમે તાત્કાલિક ધોરણે નિકાલ કરીશું, પરંતુ તમારે મત ભાજપને આપવો પડશે. તમારા કામ અમે ચૂંટણી પહેલા કરીશું આવી લાલચ અમને આપી હતી. જે અમને યોગ્ય ના લાગતા અમે ચૂંટણી કમિશનને ફરિયાદ કરવા એફિડેવિટ કરી છે. તેવો તેમને ઉલ્લેખ કર્યો હતો. "આપ" દ્વારા વિરોધ કરતા મ્યુનિસિપલ કમિશનરને રજા પર ઉતારી દેવાની માંગ કરી છે.

પ્રજા પર પ્રભાવ પાડવા કોર્પોરેશનની 25ની ટીમ લઈને મિટિંગ કરી રહ્યા હતા- કોંગ્રેસ

કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, પ્રજા પર પ્રભાવ પાડવા પ્રાઇવેટ ગેલેક્સીમાં તેમને બીજેપીના કાર્યકર્તાઓ વચ્ચે મિટિંગ કરી હતી. અમે ત્યાં પહોંચ્યા ત્યારે તેઓ કારમાં બેસીને નીકળવા લાગ્યા. તેમની સાથે કોર્પોરેશનની એન્જિનિયર, ડેપ્યુટીકમિશનર સહિતનો 25નો સ્ટાફ હતો. ત્યાંના તમામ ઉમેદવારો અને બીજેપીના કાર્યકર્તાઓ હતા. આડકતરી રીતે તેઓ ભાજપનો પ્રચાર કરતા હતા. પોસ્ટર પણ બહાર લગાવ્યું હતું. જેમાં આગામી સમયમાં ટેન્ડરીંગના કામોનું બોર્ડ લગાવ્યું હતું.

આ પદ પર બેસી કોઈ પાર્ટી માટે પ્રચાર કરવો યોગ્ય નથી: જીતેન્દ્ર ધરવાડિયા

આમ આદમી પાર્ટીના ગાંધીનગરના શહેર પ્રમુખ જીતેન્દ્ર ધરવાડિયાએ કહ્યું હતું કે, આ પદ પર બેસી કોઈ પાર્ટી માટે પ્રચાર કરવો યોગ્ય નથી. આ રીતે સક્ષમ અધિકારી બેસાડ્યા હોય અને તેઓ જ આવું કહીને પ્રચાર કરે તે યોગ્ય નથી. જેથી અમે ઇલેક્શન કમિશનને આવેદન પણ આ મામલે કાર્યવાહી કરવા માટે આપ્યું છે.

આ પણ વાંચો- અરવલ્લી ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ વિરૂદ્ધ પક્ષના હોદ્દેદારે કર્યો મનમાનીનો આક્ષેપ

આ પણ વાંચો- પેગાસસ મુદ્દે રાહુલ ગાંધીનો આક્ષેપ : નરેન્દ્ર મોદીએ દરેક યુવાનના ફોનમાં પેગાસસનો આઇડિયા નાંખ્યો

Last Updated : Sep 25, 2021, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.