ETV Bharat / city

ગૌ રક્ષા માટે પાંચ માંગણીઓને લઈને ધરણા પ્રદર્શન કરવા હાઇકોર્ટમાં રિટ કરવામાં આવશે - Dharmaraksha National Unity Committee

ધર્મરક્ષા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા ગાય માતા માટેની પાંચ માંગણી કરવામાં આવી છે. જે માટે સત્યાગ્રહ છાવણી ખાતે આ સમિતિએ ધરણા પ્રદર્શન કર્યા હતા પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. જેથી સમિતિનું કહેવું છે કે, અમારી પાંચ માંગણીઓ સંતોષાય નહિ ત્યાં સુધી અમે ધરણા પ્રદર્શન કરીશું. ધરણા પ્રદર્શન માટે હાઈકોર્ટમાં રીટ આગામી દિવસોમાં કરીશું.

cow
ગૌ રક્ષા માટે પાંચ માંગણીઓને લઈને ધરણા પ્રદર્શન કરવા હાઇકોર્ટમાં રિટ કરવામાં આવશે
author img

By

Published : Sep 3, 2021, 2:25 PM IST

  • હાઇકોર્ટમાં પરમિશન લઇ ધરણા પર ઉતરશે
  • ધર્મરક્ષા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા કરવામાં આવી 5 માગ
  • અગાઉ 30 ઓગસ્ટના રોજ ગૌ ભક્તોની અટકાયત કરાઈ હતી

ગાંધીનગર : ધર્મરક્ષા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા 30 ઓગસ્ટના રોજ સત્યાગ્રહ છાવણી તેમજ અન્ય જગ્યાઓએ ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગના હેતુસર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જુદી જુદી જગ્યાએ 250થી 300 લોકોની અટકાયત કરવામાં આવી હતી. જે હેતુથી ધર્મરક્ષા રાષ્ટ્રીય એકતા સમિતિના કન્વીનરો ભેગા થયા હતા અને તેઓએ આગામી સમયમાં હાઇકોર્ટમાં પરમિશન લઇ ગાંધીનગરમાં આંદોલન કરવા નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : Drugs case: અભિનેત્રી રકુલ પ્રીત સિંહ ED સમક્ષ હાજર રહી

રાજ્ય સરકાર સામે આ પાંચ માંગણીઓ મૂકવામાં આવી

ગૌ ભક્ત અને આ સંસ્થાના કન્વીનર તરુણ આહિરે કહ્યું કે, "અમારી આ પાંચ પ્રકારની માંગણી છે. ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે, ગુજરાત સરકાર ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા કેન્દ્ર સરકારને સમર્થન આપે, ગુજરાતમાં રસ્તે રખડતા ગૌ ધનની સરકાર યોગ્ય વ્યવસ્થા કરી ગાય અને ગૌ વંશની હત્યા અને તસ્કરી સામેના કાયદાઓની સરકાર કડક અમલવારી કરાવે, દિલ્હી જંતર મંતર પર ગૌ માતા માટે અનિશ્ચિત સમય સુધી ધરણા પર બેઠેલા આહીર અર્જુનભાઈ આંબલીયાના યોગ્ય પારણા કરાવવામાં આવે. આ માંગ સરકાર સમક્ષ અમે મૂકી રહ્યા છીએ જેને લઈને આગામી સમયમાં પરમિશન સાથે ગાંધીચીંધ્યા માર્ગે ધરણાં કરીશું".

ગૌ રક્ષા માટે પાંચ માંગણીઓને લઈને ધરણા પ્રદર્શન કરવા હાઇકોર્ટમાં રિટ કરવામાં આવશે

આ પણ વાંચો : આયુર્વેદિક દવાના નામે એક્સપાયર્ડ દવાઓનો વેપલો, રાજકોટમાંથી ઝડપાયું મોટું કૌભાંડ

અલ્હાબાદ કોર્ટે ગાયને રાષ્ટ્ર પશુ જાહેર કરવા સમર્થન આપ્યું તો ગુજરાત સરકાર પણ સમર્થન આપે

તરુણ આહિરે વધુમાં કહ્યું કે, "અલ્હાબાદ કોર્ટે ગાયને રાષ્ટ્ર પશુ જાહેર કરવા સમર્થન આપ્યું છે તો ગુજરાત સરકાર પણ સમર્થન આપે. અલ્હાબાદ કોર્ટે ગાયને રાષ્ટ્ર પશુ જાહેર કરવા માટે સમર્થન આપ્યું છે. તેવી રીતે ગુજરાત સરકાર પણ આ વાતને સમર્થન આપે. કેમ કે દેશભરમાં અનેક કતલખાનાઓમાં ગૌ માતાની કતલ થઈ રહી છે. ગૌ માતાનું રક્ષણ કરવું જરૂરી છે જે માટે ગૌ માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે તે પ્રકારની અમારી માગ છે. આ માગને લઇને વિરોધ પણ કરવાની પરમિશન આપવામાં આવતી નથી. જે હેતુથી અમે હાઈકોર્ટ પાસે પરમિશન એકથી બે દિવસમાં માંગવાના છીએ. જેના માટે રિટ કરીશું. ગૌમાતા માટે બધા સંગઠનો સાધુ-સંતો એક છીએ તે માટે એક વિશાળ મશાલ પ્રજ્વલિત કરવાના હેતુસર અમે સત્યાગ્રહ છાવણીથી સચિવાલય સુધી રેલી કાઢવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તમારી આ પાંચ માંગોની રજૂઆત થતાં પહેલાં જ અમારી અટકાયત કરવામાં આવી હતી".

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.