- દહેગામ જીઆઈડીસીની ઘટના
- નિર્દયી રીતે એક બાદ એક ફટકા માર્યા
- હત્યાનો વીડિયો સીસીટીવીમાં કેદ થયો
ગાંધીનગર : જિલ્લાના દહેગામમાં આવેલી જીઆઇડીસીમાં શ્રી હરિ ફેક્ટરીમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. શ્રી હરિ ફેક્ટરીના માલિકની હત્યા માથામાં પાઇપના ફટકા મારીને થઈ હોવાનું સીસીટીવીમાં કેદ થઈ છે. શ્રી હરિ ફેકટરીમાં પાઇપ બનાવવાનું કામ કરતાં માલિકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ફેક્ટરીના માલિક ગૌતમભાઇ ભગવાનભાઇ પટેલ દહેગામ જી.આઈ.ડી.સી.માં આવેલ પાઈપો બનાવતી પોતાની ફેક્ટરીમાં હતા. તે સમયે જ અહીં કામ કરવા માટે આવેલા મજૂરે હત્યા કરી હતી.
પહેલા 2 ફટકા મારીને ગયો, પાછો આવીને 10થી વધુ ઘા ઝિંક્યા
દહેગામ જીઆઈડીસીની ઘટના મોડીરાત દરમિયાન બની હતી. અખલેશ બિહારી નામના આ કર્મચારીએ ઘટનાને અંજામ આપ્યો હતો. માથાના ભાગે એક પછી એક પાઈપના ફટકા માર્યા હતા. પહેલા એક બે ફટકા મારીને ભાગી ગયો હતો. ફરી દોડીને આવ્યો અને ફરી 10થી વધુ ફટકા માર્યા હત્યા અને જ્યાં સુધી દમ ન તોડ્યો ત્યાં સુધી તે ફટકા મારતો રહ્યો હતો. હત્યા કરવાનું કારણ હજુ અકબંધ છે. પોલીસ આ કારણ જાણવાનો પ્રયત્ન કરી રહી છે.
હત્યા બાદ પરપ્રાંતિય મજૂર પરિવાર સાથે ભાગી ગયો
મજૂરને પરિવાર સાથે ફેક્ટરીમાં નોકરી રાખવામાં આવ્યો તેનું નામ કે સરનામું પણ માલિકો અને સાથે કામ કરતા સહકર્મીઓ પણ જાણતા નથી. હત્યાને અંજામ આપ્યા બાદ પરપ્રાંતિય મજુર પરિવાર સાથે ભાગી ગયો છે. તો બીજી તરફ ઘટનાની જાણ દહેગામ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર ફેક્ટરીમાં રહેલા 50 હજાર જેટલી લૂંટ કરી છે. દહેગામ જીઆઈડીસીમાં એકલા રહેલા માલિકને જોઈ ઘટનાને અંજામ આપ્યો હતો.