ETV Bharat / city

ગાંધીનગરમાં કારે ટક્કર મારતા એક્ટિવા પર જતા માતાપુત્રીનું મોત, યુવતી UPSCની તૈયારી કરી રહી હતી - અમદાવાદથી ગાંધીનગર

ગાંધીનગરમાં અકસ્માતની સંખ્યા સતત વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ફરી એક વાર અહીં અકસ્માત સર્જાયો હતો, જેના કારણે માતા અને પુત્રીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ગાંધીનગરમાં ચ ઝીરો સર્કલથી ધોળાકુવા પાસે કારચાલકે એક્ટિવા પર જઈ રહેલી માતાપુત્રીને ટક્કર મારતા બંનેનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે માતા અને બહેન સાથે જતો નાનો બાળક બચી ગયો છે.

ગાંધીનગરમાં કારે ટક્કર મારતા એક્ટિવા પર જતા માતાપુત્રીનું મોત, યુવતી UPSCની તૈયારી કરી રહી હતી

author img

By

Published : Aug 31, 2021, 1:47 PM IST

  • ગાંધીનગરમાં ચ ઝીરો સર્કલ પાસે કારચાલકે એક્ટિવાને મારી ટક્કર
  • કારની ટક્કરથી એક્ટિવા પર જતા માતાપુત્રીને ટક્કર મારતા બંનેનું મોત
  • માતા અને બહેન સાથે એક્ટિવા પર જતો નાનો બાળક બચી ગયો
  • મૃતક યુવતી યુપીએસસી (UPSC)ની તૈયારી કરતી હતી
  • કાર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર થઈ ગયો
  • યુવતી માતા અને ભાઈ સાથે UPSCનું મટિરિયલ લેવા ગાંધીનગર ગઈ હતી

ગાંધીનાગરઃ શહેરમાં ચ ઝીરો સર્કલથી ધોળાકુવા પાસે એક કારચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી, જેના કારણે એક્ટિવા પર જતા માતાપુત્રીનું મોત થયું હતું. જ્યારે આ અકસ્માતમાં નાનો બાળક છે, જે બચી ગયો છે, પરંતુ હવે તે બાળક અનાથ બન્યો છે. કારણ કે, એક્ટિવા પર જતી યુવતીના પિતાનું એક વર્ષ પહેલાં જ અવસાન થયું હતું. તેમના અવસાન પછી માતા અને બહેનનું મોત થતા આ બાળક અનાથ થયો છે.

આ પણ વાંચો- જૂનાગઢ મેંદરડા ધોરીમાર્ગ કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

અકસ્માત થતાં જ કારચાલક ઘટનાસ્થળેથી ભાગ્યો
આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં શાહીબાગ ગણપત સોસાયટી વિસ્તારમાં રહેતા યોગિનીબેન ત્રિવેદી તેમની દિકરી જૈમિની અને પુત્ર રાહુલ સાથે એક્ટિવા લઈને તેમના સંબંધીને ઘરે ગાંધીનગર આવ્યા હતા. ત્યારે જ કારચાલકે એક્ટિવા પરથી તેમને ટક્કર મારતા આ અકસ્માત થયો હતો. અકસ્માત થતાં જ કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, ઈન્ફોસિટી પોલીસને જાણ થતાં પોલીસ ત્યાં દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો- નવસારીમાં ઇકો કારને પાછળથી અજાણ્યા વાહને ટક્કર મારતા 10 ઈજાગ્રસ્ત, 3 ના મોત

UPSCની તૈયારી કરી રહેલી પુત્રી મટિરીયલ લેવા ગાંધીનગર જઈ રહી હતી

મૃતક જૈમિની UPSCની તૈયારીઓ કરી રહી હોવાથી પરીક્ષાનું મટિરિયલ લેવા ફોઈને ત્યાં અમદાવાદથી ગાંધીનગર જઈ રહી હતી. આથી તેની સાથે તેની માતા યોગિની બહેન અને ભાઈ રાહુલ પણ સાથે હતો. રાત્રિના સમયે અમદાવાદથી પરિવાર એક્ટિવા પર ઘરે જઈ રહ્યો હતો. જ્યાં ધોળાકુવાના વળાંક પાસે કારનો ચાલક એક્ટિવાને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. ગમખ્વાર અકસ્માત થતા આજુ બાજુથી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા.

પોલીસે ફરાર કારચાલકને પકડવા તપાસ શરૂ કરી

અકસ્માત કરનારો કિયા કારનો ચાલક ટક્કર મારીને ભાગી જતા લોકોએ પોલીસને જાણ કરી હતી. ઈન્ફોસિટી પોલીસે સ્થળ પર પહોંચી મૃતક માતા અને દિકરીના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી અને કારચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. યોગિનીબેનના પતિનું એક વર્ષ અગાઉ જ કેન્સરના કારણે અવસાન થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યોગિનીબેન નિવૃત આઈજીપી એ. કે. પંડયાના સાળી હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.