- સરકારી કર્મચારીએ સાંસદની ગ્રાન્ટમાંથી ઉચાપત કરી
- કરોડોના ખોટા બિલ બનાવીને કરી તગડી ઉચાપત
- સાબરકાંઠાના પ્લાનિંગ અધિકારીએ કર્યું કૌભાંડ
ગાંધીનગર : સમગ્ર ઘટના સામે આવતાં સાબરકાંઠાના કલેકટર પ્લાનિંગ કર્મચારી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જ્યારે કયા કયા બિલો ખોટા મૂકવામાં આવ્યાં છે અને કેટલા રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે તે સમગ્ર કૌભાંડ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ સાબરકાંઠાના કલેક્ટરે આ સમગ્ર લેખિતમાં ફરિયાદ ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટી વિભાગમાં પણ કરવામાં આવી છે.
સીએમ રૂપાણીને કરાઈ સમગ્ર ઘટના બાબતે જાણ
રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગથી રાજ્યના તમામ સંસદસભ્યો અને ધારાસભ્યોને પોતાના વિસ્તારના વિકાસ માટેની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે. ત્યારે સાબરકાંઠામાંની ગ્રાન્ટમાંથી જે ઉચાપત કરવામાં આવીને કૌભાંડ આચરવામાં આવ્યું છે, તે બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તક એવા સામાન્ય વહીવટી વિભાગમાં પણ સાબરકાંઠા કલેકટર લેખિતમાં જાણ કરી હોવાનું સૂત્રો તરફથી સામે આવી રહ્યું છે. ત્યારે આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાનને પણ કૌભાંડ અંગે જાણ કરવામાં આવી છે અને આ બાબતે તપાસના આદેશ પણ આપવામાં આવ્યાં છે. ત્યારે હવે તપાસ બાદ સરકારી કર્મચારી વિરૂદ્ધ કેવા પગલાં ભરવામાં આવશે તે જોવું રહ્યું?