ETV Bharat / city

CMની ઉપસ્થિતિમાં યોજાશે કેબિનેટ બેઠક, ઈંડાની લારીઓ હટાવવા સહિતના મુદ્દે થશે ચર્ચા - ગુજરાતમાં ગ્રામ વિકાસ યાત્રા

રાજ્યભરમાં ઈંડા અને નોનવેજની લારીઓ (eggs and nonveg stalls) જાહેર રસ્તા પર ઉભી રાખવાને લઈને ચર્ચાએ જોર પકડયું છે, ત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (cm bhupendra patel)ની અધ્યક્ષતામાં આવતીકાલે કેબિનેટ બેઠક (cabinet meeting) યોજવામાં આવશે. કેબિનેટ બેઠકમાં આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત સ્કૂલો (schools) ખોલવા અને ગ્રામ પંતાયતોની ચૂંટણી (election of gram panchayats)ને લઇને પણ ચર્ચા થશે.

આવતીકાલે CMની ઉપસ્થિતિમાં યોજાશે કેબિનેટ બેઠક

author img

By

Published : Nov 16, 2021, 10:41 PM IST

Updated : Nov 17, 2021, 9:09 AM IST

  • 10 વાગ્યાની જગ્યાએ 12 વાગ્યે યોજાશે કેબિનેટ બેઠક
  • સ્કૂલો ખોલવા અને ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇને પણ થશે ચર્ચા
  • વધતા કોરોના કેસોને લઈને પણ થશે વિસ્તૃત ચર્ચા

ગાંધીનગર: આવતીકાલે કમલમ (kamalam) ખાતે ભાજપની કારોબારીની બેઠક (BJP executive meeting) મળવા જઇ રહી છે, ત્યારે બુધવારની કેબિનેટ બેઠક (cabinet meeting) 12:00 વાગ્યે યોજવામાં આવશે. સ્વર્ણિમ સંકુલ-1 (swarnim sankul-1)ખાતે મળનારી કેબિનેટ બેઠકમાં ઈંડા અને નોનવેજ (eggs and nonveg stallsની જાહેર રસ્તા પર ઊભી રહેતી લારીઓ તેમજ ગ્રામ પંચાયતની ડિસેમ્બર મહિનાની ચૂંટણીના સંદર્ભે ગ્રામ વિકાસ યાત્રા (gram vikas yatra), વધતા કોરોના કેસો વગેરે બાબતોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

1થી 5ની સ્કૂલો ખોલવા અંગે થશે ચર્ચા

આ ઉપરાંત ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ક્યારથી શરૂ કરવી તે અંગે પણ વિગતવાર ચર્ચા થશે. રાજકોટ (rajkot), ભાવનગર, વડોદરા (vadodara), અમદાવાદ (ahmedabad) જેવા શહેરોમાં નોનવેજ ઈંડાની લારીઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, ત્યારે કેટલાક મહાનગરોમાં જાહેર રસ્તાઓ પર, તેમજ મંદિર સહિત આજુબાજુના વિસ્તારોમાં કેટલી અને ક્યાં લારીઓ ઉભી રહે છે તેનો સર્વે કરવાની કામગીરી કોર્પોરેશન (corporation) દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે નોનવેજની લારી હટાવી દેવાની જાહેરાત બાબતે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

નોનવેજ લારીઓ હટાવવા મામલે થશે વિસ્તૃત ચર્ચા

ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાને આણંદમાં નિવેદન આપ્યું હતું કે, મહાપાલિકા ખાદ્ય પદાર્થ આરોગ્ય માટે હાનિકારક હોય તેમજ રસ્તામાં કે ટ્રાફિકને અડચણરૂપ હોય તેને હટાવી શકે છે. જો કે તેમણે એવું પણ કહ્યું હતું કે, તેમાં વેજ કે નોનવેજની કોઈ વાત નથી, પરંતુ કેટલાક શહેરોમાં તેની અમલવારી કરવામાં આવી છે અને લારીઓ હટાવાઈ છે, જેથી આ ચર્ચાએ વધુ જોર પકડ્યું છે. કેબિનેટ બેઠકમાં આ તમામ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

18 નવેમ્બરથી આત્મનિર્ભર ગ્રામ યાત્રા

ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા જઇ રહી છે. નવેમ્બરના અંતમાં જાહેરાત કરવામાં આવશે, ત્યારે સરકાર પણ ગ્રામીણ ક્ષેત્રે ફોકસ કરી રહી છે. 18 નવેમ્બરથી આત્મનિર્ભર ગ્રામ યાત્રા શરૂ કરવામાં આવશે, જેમાં 1090 રથ નીકળશે. આત્મનિર્ભર યાત્રા દરમિયાન વિવિધ લોકાર્પણ, આવાસ યોજના વગેરેને લગતા કામ કરવામાં આવશે, જેથી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા ક્યાં અને કયા પ્રકારની બાબત ઉપર ધ્યાન આપવું તેને લઈને વિશેષ ચર્ચા કરાશે. આ ઉપરાંત શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ કરવાના સંકેત 2 દિવસ પહેલા જ આપ્યા છે ત્યારે સરકાર કાલે તેની જાહેરાત કરી શકે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં રસ્તા પરથી નોનવેજની લારીઓ હટાવાનો નિર્ણયનો વિરોધ, આવતીકાલે હાઇકોર્ટમાં જશે લારી- ગલ્લા પાથરણા સંઘ

આ પણ વાંચો: રાજ્યની 6 નગરપાલિકાઓ માટે ખુશ ખબર, આ યોજના માટે 63.37 કરોડ રૂપિયાની CMએ આપી મંજૂરી

Last Updated : Nov 17, 2021, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.