- એક જ સ્મશાન એવરેજ 10 લોકોના મૃતદેહ આવે છે
- બુધવારના રોજ સરકારના ચોપડે કોરોનાથી મોતનો આંકડો શૂન્ય
- મૃત્યુ પામેલા લોકોનો આંકડો સરકારે છુપાવ્યો ?
ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કોરોનાના કેસો એટલી હદ સુધી વકરી રહ્યા છે કે જેમાં એક જ દિવસમાં મોતનો આંકડો માનવામાં ના આવે તેવો 20થી વધુ લોકોનો નોંધાયો છે. રુદ્રભૂમિ સ્મશાનમાં નવ જેટલા કોરોનાગ્રસ્ત મૃતદેહની અંતિમવિધિ બુધવારે કરાઈ હતી. જો કે મંગળવાર અને બુધવારે 15 જેટલા મૃત્યુના કેસો રુદ્રભુમી સ્મશાનમાં નોંધાયા છે. જ્યારે મુક્તિધામમાં એવરેજ રોજની 12 જેટલી ડેડબોડી કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની આવી રહી છે.
આ પણ વાંચોઃ કડીની કોવિડ હોસ્પિટલોમાં 99 દર્દીઓ, તંત્રએ 46 કેસ એક્ટિવ દર્શાવ્યા
તંત્ર ચૂપ ભલે છે પરંતુ મોતના આંકડાએ સરકારની પોલ ખોલી
બુધવારના રોજ ગાંધીનગર જિલ્લામાં 79 કેસો સામે આવ્યા છે ત્યારે સરકારે કોરોના પોઝિટિવ લોકોનો આંકડો જાહેર કર્યો હતો પરંતુ મૃત્યુ પામેલા લોકોનો આંકડો સરકારે છુપાવ્યો હોય તેવુ લાગી રહ્યું છે. એક જ સ્મશાનમાં એવરેજ 10ની આજુ બાજુ કોરોના પોઝિટિવની ડેડ બોડી આવી રહી છે. સરગાસણના રુદ્રભૂમિ સ્મશાનમાં જ નવ લોકોની ડેડ બોડી આવી હતી. આજે એટલે કે ગુરુવારે સવારે જ 3 કોરોનાગ્રસ્ત લોકોના મૃતદેહ અંતિમસંસ્કાર માટે આવ્યા હતા. હવે જોવાનું એ પણ છે કે, સાંજે સરકાર મૃતદેહની બાબતમાં કયો આંકડો જાહેર કરે છે. તંત્ર આ મામલે ભલે ચૂપ હોય પરંતુ મોતના આંકડા સરકારની ઘણી પોલ ખોલી રહ્યા છે.
આ પણ વાંચોઃ પાટણમાં કોરોના બેકાબૂઃ નવા 122 કેસ નોંધાયા
ગાંધીનગરમાં 20 દિવસમાં 987 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
ગાંધીનગર જિલ્લાની અંદર 20 દિવસમાં 987 કેસો નોંધાયા છે. 20 માર્ચના રોજ જિલ્લામાં 30 કેસ હતા. જે અત્યારે 79 સુધી પહોંચ્યા છે. આ પ્રકારના આંકડાઓ સામે આવી રહ્યા છે છતાં પણ આ પરિસ્થિતિમાં ચૂંટણી તો યોજાશે તેવા નિર્ધાર સાથે ચૂંટણીની તૈયારીમાં એક પણ દિવસ ચૂકતો નથી. આ પહેલા થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના કારણે અનેક લોકોમાં સંક્રમણ ફેલાયું છે ત્યારે ગાંધીનગરની ચૂંટણી ક્યાંક વધુ ભારે ના પડે તે પણ જોવાનું રહ્યું.