ETV Bharat / city

કોરોના મહામારી દરમિયાન ગુજરાતમાં એસ. એસ. રાજામૌલીની ફિલ્મ RRR સહિત 96 ફિલ્મોના શૂટિંગ થયા: પ્રવાસન પ્રધાન - હોલીવૂડ એક્ટર ક્રિસ હેમ્સવર્થ

ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગ વધવાની સાથે સાથે ફિલ્મોના શૂટિંગની સંખ્યા પણ વધી ગઈ છે. છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાં એસ. એસ. રાજામૌલીની બહુચર્ચિત ફિલ્મ RRR સહિત 96 જેટલી ફિલ્મોના શૂટિંગ કરવામાં આવ્યા છે. કોરોના જેવી સ્થિતિ હોવા છતાં પણ રાજ્યમાં ફિલ્મો શૂટ થઈ રહી છે. જેના કારણે આગામી દિવસોમાં ઘણી બધી ફિલ્મોમાં ગુજરાતના દ્રશ્યો અને સંસ્કૃતિ જોવા મળશે.

96 films shot in gujarat during pandemic says tourism minister

author img

By

Published : Sep 27, 2021, 3:36 PM IST

  • કોરોનાની પરિસ્થિતિમાં પણ ગુજરાતમાં ફિલ્મોના શૂટિંગ ચાલુ રહ્યા
  • રાજ્યમાં ગુજરાતી, હિન્દી ઉપરાંત તેલુગુ ફિલ્મોના શૂટિંગ પણ થયા
  • બે વર્ષમાં ગુજરાતમાં કુલ 119 ફિલ્મોના શૂટિંગ કરવામાં આવ્યા છે

ગાંધીનગર: વિધાનસભામાં જેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવાએ પ્રવાસન પ્રધાનને ફિલ્મ પોલિસી અન્વયે રાજ્યમાં થયેલી ફિલ્મોના શૂટિંગ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં છેલ્લાં 2 વર્ષમાં ગુજરાતમાં કેટલી ફિલ્મોનું શૂટિંગ થયું છે? તેના જવાબમાં પ્રવાસન પ્રધાને કહ્યું કે, 2 વર્ષમાં 119 ફિલ્મોનું ગુજરાતમાં શૂટિંગ થયું છે.

1 સપ્ટેમ્બર 2020થી 31 ઓગસ્ટ 2021 સુધીમાં 96 ફિલ્મોના શૂટિંગ થયા

કોરોનાની પરિસ્થિતિ છેલ્લા દોઢ વર્ષથી છે. ત્યારે આ પરિસ્થિતિમાં ફિલ્મો ભલે જૂજ જ રિલીઝ થઈ રહી હોય. પરંતુ ફિલ્મોના શૂટિંગ ઘણા થઈ થયા છે. ગુજરાતમાં બે વર્ષમાં 119 ફિલ્મો શૂટ થઈ છે. 1 સપ્ટેમ્બર 2019થી 31 ઓગસ્ટ 2020 સુધીમાં માત્ર 23 ફિલ્મોના શૂટિંગ થયા છે, પરંતુ 1 સપ્ટેમ્બર 2020થી 31 ઓગસ્ટ 2021 સુધીમાં 96 ફિલ્મોના શૂટિંગ થયા છે. એટલે કે, 2021માં જ્યારે કોરોનાના કેસ ખૂબ જ વધી રહ્યા હતા. તે સમયમાં ફિલ્મોના શૂટિંગ બંધ રહ્યા હતા. ત્યારબાદ ગુજરાતમાં વિવિધ શહેરોમાં ફિલ્મોના શૂટિંગ વધવા લાગ્યા હતા.

અમદાવાદ, કચ્છ, રાજકોટ, આણંદ, દ્વારકા જેવા હોટ ફેવરિટ સ્થળો છે શૂટિંગ માટે

ગુજરાતમાં વિવિધ શહેરો અને કસ્બાઓમાં ફિલ્મોના શૂટિંગ થયા છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, કચ્છ, રાજકોટ, આણંદ, દ્વારકા જેવા સ્થળો શૂટિંગ માટે હોટફેવરિટ બની રહ્યા છે. ગુજરાતમાં ગુજરાતી ફિલ્મો શુટ થઈ રહી છે. પરંતુ ગુજરાતીની સાથે સાથે બોલિવૂડની હિન્દી ફિલ્મો ઉપરાંત તેલુગુ ફિલ્મોના કલાકારો પણ ગુજરાતમાં શૂટિંગ માટે આકર્ષાઈ રહ્યા છે. તેમાં પણ બીગ બજેટની એસ. એસ. રાજા મૌલીની બહુચર્ચિત ફિલ્મ RRRનું શૂટિંગ પણ ગુજરાતમાં થઈ ચૂક્યું છે. આ પહેલા સાઉથ એક્ટર મહેશ બાબુ તેમજ હોલીવૂડ એક્ટર ક્રિસ હેમ્સવર્થ સહિતના દિગ્ગજ કલાકારો પણ ફિલ્મ શૂટ કરવા માટે ગુજરાત આવી ચૂક્યા છે.

આ પણ જૂઓ: "ભૂજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા" ફિલ્મના બિહાઈન્ડ ધ સિન્સ દ્રશ્યો

આ પણ વાંચો: જાણો ક્યા શહેરમાં વગર પરમિશને ફિલ્મ શૂટ કરતા પોલીસે કાર્યવાહી કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.