- 24 કલાકમાં 82 લોકોના મૃત્યુ કોરોનાના કારણે નિપજ્યા
- કોરોનામાં રિકવરી રેટ વધીને 84.85 ટકા થયો
- હજૂ પણ એક્ટીવ કેસો 10,4,908, વેન્ટીલેટર પર 797
ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાની સરખામણીએ છેલ્લા 10થી 15 દિવસમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની યાદી અનુસાર છેલ્લા 24 કલાકમાં 8,210 કોરોનાના કેસ નોંધાયા છે. જોકે એપ્રિલ મહિનામાં આ આંકડો 15,000ને પાર હતો. જ્યારે 24 કલાકમાં સાજા થનારા દર્દીઓની વાત કરવામાં આવે તેમની 14,483 છે. જેમને કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં 6,38,590 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેના કારણે રાજ્યનો રિકવરી રેટ પણ વધીને 84.85 ટકા થયો છે. જ્યારે મૃત્યુ આંકની વાત કરીએ તો 24 કલાકમાં આ યાદી મુજબ રાજ્યમાં 82 લોકોના મૃત્યુ કોરોનાના કારણે થયા છે.
આ પણ વાંચો : ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 15,076 દર્દીઓ થયા સ્વસ્થ
રાજ્યમાં આજે 29,844 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું, હવે બે દિવસ રસીકરણ બંધ રહેશે
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, 24 કલાકમાં 29,844 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રસીકરણ 18થી 45 વર્ષ સુધીના લોકોનું કરવામાં આવ્યું છે. જેમાં તેમને પ્રથમ ડોઝ અપાયો હતો. જોકે 45 વર્ષથી વધુ ઉંમરનાને રસી આપવામાં આવી ન હતી. ગુજરાત સરકાર દ્વારા રસીકરણ છેલ્લા બે દિવસથી બંધ છે, ત્યારે ફરી મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા આગામી બે દિવસમાં રસીકરણ સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. જેનું કારણ મેડિકલ ટીમને ગુજરાતમાં આવેલા વાવાઝોડાના સંકટમાં તૈનાત કરવામાં આવી છે. જોકે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી 1,47,51,911 લોકોને રસી આપવામાં આવી છે. જોકે હજુ સુધી રસીની ગંભીર આડ-અસર એક પણ વ્યક્તિમાં જોવામાં નથી આવી.
આ પણ વાંચો : ગુજરાત કોરોના અપડેટ : કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, 27 દિવસે 10 હજારથી ઓછા પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં કુલ અત્યારે 1,04,908 એક્ટિવ કેસ
આરોગ્ય વિભાગની યાદી મુજબ રાજયમાં અત્યારે એક્ટિવ કેસોની વાત કરવાં આવે તો 1,04,908 છે. જેમાં વેન્ટીલેટર પર 797 કેસો છે. સ્ટેબલ 1,04,111 કેસો છે. જ્યારે અત્યાર સુધી ડિસ્ચાર્જ કેસોની વાત કરવામાં આવે તો આ સંખ્યા 6,38,590 છે. જેમને કોરોનાને માત આપી છે. તેમાં પણ અત્યાર સુધી સારવાર દરમિયાન મૃત્યુ પામનારાનો આંકડો 9,211નો છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં 2,240 નોંધાયા છે. આ ઉપરાંત વડોદરામાં 519, સુરતમાં 482 રાજકોટમાં 372 જૂનાગઢમાં 227 એમ મહાનગરોમાં પણ કોરોના કેસનો આંકડો ત્રણ ડિજિટમાં જોવા મળ્યો છે.