ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 13273 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. જોકે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી 392 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. સમગ્ર રાજ્ય કોરોનાગ્રસ્ત થઈ ગયું છે, ત્યારે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં અમદાવાદમાં 275, વડોદરામાં 21, સૂરતમાં 29, સાબરકાંઠા 11, સુરેન્દ્રનગર 5, ગીર સોમનાથ 4, ગાંધીનગર, ખેડા, કચ્છ, જૂનાગઢ 3-3, આણંદ, મહેસાણા 2-2, રાજકોટ અને વલસાડમાં એક એક કેસ સામે આવ્યો છે.
રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે જેને લઇને રાજ્યનો કુલ આંકડો 13,273 પર પહોંચ્યો છે જેમાં માત્ર અમદાવાદના જ 9724 કેસ થાય છે. રાજ્યના આરોગ્ય અગ્રસચીવ ડૉક્ટર જયંતી રવિએ આ માહિતી આપી હતી.