- સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં કિશોરો ભાગી જવાની ફરિયાદ નોંધાઇ
- અગાઉ 19 ઓક્ટોબરે જ 3 કિશોરો ભાગી ગયા હતા
- પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ભણતા 7 કિશોરો ભાગ્યા
ગાંધીનગર : ગાંધીનગર બાળ સંરક્ષણ ગૃહના (Child Protection Home) કિશોરો એક પછી એક ભાગી જવાની ફરિયાદ (Sector 21 Police Station) વારંવાર સામે આવી રહી છે. ગાંધીનગર બાળ સંરક્ષણ ગૃહમાંથી ત્રણ કિશોરો લોબીના લોખંડના સળિયા તોડી 19 ઓક્ટોબરે ભાગી ગયા હતા, પરંતુ આ વખતે બાળ સંરક્ષણ ગૃહના સંચાલકોએ ગૃહમાં સુરક્ષા વધારી દીધી હતી, આ બાદ પણ કિશોરોએ સ્કૂલમાંથી જ ભાગી જવાની અલગ રણનીતિ અપનાવી છે.
બાળ સંરક્ષણ ગૃહની શાળામાં ભણતા કિશોરો ભાગ્યા
સેક્ટર 21ના પોલીસ સ્ટેશનમાં મળતી માહિતી અનુસાર, બાળ સંરક્ષણ ગૃહ દ્વારા કિશોરોને સ્કૂલમાં ભણવા માટે મોકલવામાં આવે છે. બાળ સંરક્ષણ ગૃહ સેક્ટર 17માં આવ્યું છે, ત્યાંથી કિશોરોને તેમની જુદી-જુદી સ્કૂલમાં મોકલવામાં આવે છે, ત્યારે ગઈકાલે સોમવારે રીક્ષા થકી સેક્ટર 17થી સેક્ટર 16ની મહાત્મા મંદિર માધ્યમિક શાળામાં પ્રાથમિક શાળા સેક્ટર 21માં રિક્ષા ચાલકે 7 કિશોરોને ઉતાર્યા હતા, પરંતુ બપોરના સમયે રિક્ષા ચાલક ફરી સ્કૂલમાં વિદ્યાર્થીઓને લેવા માટે ગયો હતો, પરંતુ ત્યાં કિશોરો જ હાજર ન હતા, કારણ કે કિશોરો ત્યાંથી ભાગી ગયા હતા.
પોલીસ સામે વારંવાર આ પ્રકારની ઘટના
બાળસંરક્ષણ ગૃહમાંથી બાળકો ભાગી જવાની ફરિયાદ અગાઉ પણ નોંધાઈ ચુકી છે. જેથી પોલીસ માટે પણ આ એક ચેલેન્જ છે. કારણ કે થોડા દિવસ પહેલાં જ લોબીના સળિયાતોડી કિશોરો બાળ સંરક્ષણ ગૃહમાંથી પલાયન થઈ ચૂક્યા હતા, ત્યારે CCTVના આધારે તેમને શોધવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે, ત્યારે ફરી પોલીસ માટે આ નવી ચેલેન્જ સામે આવી છે.
આ પણ વાંચો: