- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 54,125 મતદારો પ્રથમ વખત મતદાન કરશે
- સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ 18,630 નવા મતદારો નોંધાયા
- સૌથી ઓછા મતદારો જામનગરમાં 3006 નોંધાયા
ગાંધીનગર: રાજ્યની 6 મહાનગરપાલિકા અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર અને વડોદરામાં 21 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આ ચૂંટણીમાં 54,125 જેટલા નવા મતદારોનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે વ્યક્તિના 18 વર્ષ પૂર્ણ થઇ ગયા હોય અને પ્રથમ વખત મતદાન કરી રહ્યા હોય તેવા કુલ 54,125 નવા મતદારો નોંધાયા છે. જેમાં સૌથી વધુ મતદારો સુરત કોર્પોરેશનમાં 18,630 મતદારો નોંધાયા છે, જ્યારે જામનગર કોર્પોરેશન વિસ્તારમાં 3006 નવા મતદારો નોંધાયા છે.
6 કોર્પોરેશનમાં કુલ 1.14 કરોડ મતદારો મત્તાધિકારનો ઉપયોગ કરશે
21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગર પાલિકામાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર અને ભાવનગર કોર્પોરેશન વિસ્તારોમાં કુલ 1,14,67,358 મતદારો 21 ફેબ્રુઆરીના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં કુલ 60,60,540 જેટલા પુરુષો અને 54,06,279 મહિલા મતદાર નોંધાયા છે, આમ કુલ 1,14,67,358 જેટલા મતદારો કોર્પોરેશન ની ચૂંટણીમાં મતદાન કરશે.
639 મતદારો થર્ડ જેન્ડર
6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 639 જેટલા થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. જેમાં સૌથી વધુ મતદારો વડોદરા મહાનગર પાલિકામાં 204 નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા મતદારો જામનગર મહાનગરપાલિકામાં 12 જેટલા મતદારો છે.
2,16,642 મતદારો 80 વર્ષથી વધુના
6 મહાનગર પાલિકામાં કુલ 2,16,642 જેટલા મતદારો 80 વર્ષથી વધું ઉંમરના નોંધાયા છે. જેમાં સૌથી વધુ ઉમેદવારો અમદાવાદમાં કોર્પોરેશનમાં 96,982 જેટલા છે, અને સૌથી ઓછા મતદારો જામનગર કોર્પોરેશન 9868 મતદારો નોંધાયા છે. 80 વર્ષથી વધુના મતદારોની સંખ્યા પણ બે લાખથી વધારે છે.
જૂનાગઢમાં 2 બેઠકો પર પેટા ચૂંટણી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જૂનાગઢ કોર્પોરેશનની બે બેઠકો ઉપર પેટાચૂંટણી પણ યોજાશે. જેમાં કુલ 16,613 પુરુષ મતદારો અને 15,630 મહિલા મતદારો છે, જ્યારે 6 થર્ડ જેન્ડર મતદાર નોંધાયા છે. જૂનાગઢની બે બેઠક પરની પેટા ચૂંટણીમાં કુલ 32,249 લોકો મતદાન કરશે. આ બે વૉર્ડમાં કુલ 180 નવા મતદારો નોંધાયા છે.
કોર્પોરેશન પ્રમાણે મતદારોની સંખ્યા | ||||
---|---|---|---|---|
કોર્પોરેશનનું નામ | પુરુષ | મહિલા | થર્ડ જેન્ડર | કુલ |
અમદાવાદ | 24,14,451 | 22,09,976 | 165 | 46,24,592 |
રાજકોટ | 567002 | 526984 | 19 | 10,94,005 |
જામનગર | 2,50,502 | 2,38,937 | 12 | 4,89,451 |
ભાવનગર | 2,70,501 | 2,54,225 | 29 | 5,24,755 |
વડોદરા | 7,40,898 | 7,05,110 | 204 | 14,46,212 |
સુરત | 18,17,186 | 14,71,047 | 110 | 32,88,343 |