શિક્ષણ વિભાગના જણાવ્યા પ્રમાણે ઉમેદવારોએ ભરેલી વિગતોના આધારે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ-(PML-1) 12 ડિસેમ્બરના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે, જેમાં સમાવેશ પામેલા ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા 17 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.
ડોકયુમેન્ટ વેરીફીકેશનના આધારે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ-2 (PML-2) 20 ડિસેમ્બરના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે. મેરીટ બાબતે ઉમેદવારોને જો કોઇ વાંધા હોય તો વાંધા અરજીઓ 27 ડિસેમ્બર સુધી કરી શકાશે. વાંધા અરજીઓના આધારે ઉપલબ્ધ જગ્યાઓ મુજબ વિષયવાર અને કેટેગરીવાર પસંદગી યાદી અને જગ્યાઓના 20 ટકા મુજબ 30 ડિસેમ્બર સુધી વેઇટીંગ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
પસંદગી યાદીમાં સમાવેશ પામેલા ઉમેદવારોની ઓનલાઇન સ્થળ પસંદગી પ્રક્રિયા 31 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી હાથ ધરવામા આવશે. 7 જાન્યુઆરીના રોજ ઉમેદવારોને સ્થળ પસંદગી મુજબના સ્થળ માટે ભલામણ પત્ર આપવામાં આવશે. ભલામણ પત્ર મેળવેલ ઉમેદવારોએ નિમણુંક હુકમ માટે સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીનો 10 જાન્યુઆરી સુધીમાં સંપર્ક કરી નિમણુંક હુકમ મેળવવાનો રહેશે. નિમણૂંક હુકમ મેળવેલ ઉમેદવારોએ સંબંધિત શાળામાં દિન 7માં હાજર થવાનું રહેશે.