- હાલમાં 507 જેટલા ગુજરાત માછીમારો પાકિસ્તાન જેલમાં
- રાજ્ય સરકારે વર્ષ 2020-21માં 10 લેખિત અરજી કેન્દ્રમાં કરી
- છેલ્લા 2 વર્ષમાં રાજ્ય સરકારે ફક્ત 18 અરજીઓ કેન્દ્રમાં કરી
ગાંધીનગર: ગુજરાત રાજ્ય 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવે છે. ગુજરાતના દરિયામાં આંતરરાષ્ટ્રીય જળસીમા (International Waters) પાસે ગુણવત્તાસભર અને કિંમતી માછલીઓ પ્રાપ્ત થાય છે. ત્યારે આ કિંમતી માછલીઓ મેળવવાની ઘેલછાએ ઘણાબધા ગુજરાતી માછીમારો આંતરરાષ્ટ્રીય જળસીમાને પાર કરીને પાકિસ્તાનની સીમમાં પહોંચી જાય છે અને પાકિસ્તાની કોસ્ટ ગાર્ડ દ્વારા તેમને પકડી લેવામાં આવે છે. હાલમાં આ રીતે પકડાયેલા 509 ગુજરાતી માછીમારો પાકિસ્તાનની જેલમાં સજા ભોગવી રહ્યા છે.
ગુજરાત સરકારે કરી છે કેન્દ્ર સરકારમાં અરજી
ગુજરાતના માછીમારોને માછીમારી કરતી વખતે પાકિસ્તાની સીમામાં ઘૂસી જાય છે. ત્યારે પાકિસ્તાનની સેના દ્વારા ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવે છે. જે પૈકી વર્ષ 2019માં રાજ્ય સરકારે 8 તથા વર્ષ 2020-21 માં કુલ 10 અરજી કેન્દ્ર સરકારને ગુજરાતના માછીમારોને છોડાવવા માટે કરી હતી. આમ, ફક્ત 2 વર્ષમાં ગુજરાત સરકારે 18 અરજીઓ કેન્દ્ર સરકારમાં કરી છે. જ્યારે છેલ્લા 2 વર્ષમાં કુલ 376 જેટલા માછીમારોને પાકિસ્તાનમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે.
પાકિસ્તાનમાં હજુય 244 માછીમારો કેદમાં
રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 1 વર્ષમાં 244 જેટલા માછીમારો હજુ પણ પાકિસ્તાની જેલમાં સજા ભોગવી રહ્યા છે. જ્યારે, 1,094 જેટલી બોટ્સ હજુ પણ પાકિસ્તાનના કબજામાં રહેલી છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં એક પણ બોટ પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવી નથી. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પાકિસ્તાનના તાબામાં હેઠળ રહેલા ગુજરાતના માછીમારોના પરિવારજનોને આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરી હતી.
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના અન્ય સમાચારો:
- કોરોના મહામારી દરમિયાન ગુજરાતમાં એસ. એસ. રાજામૌલીની ફિલ્મ RRR સહિત 96 ફિલ્મોના શૂટિંગ થયા: પ્રવાસન પ્રધાન
- ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે ડ્રગ્સનો મુદ્દો ગાજ્યો, ગૃહ રાજ્યપ્રધાને કહ્યું, 72 કલાકનું હતું ડ્રગ્સ ઓપરેશન
- વિધાનસભાની બહાર કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો વિરોધ, કોરોનાથી મૃત્યુ પામેલાઓ માટે કરી 4 લાખની માંગણી