- ગેરરીતિ દાખવી 260 ઉમેદવારો પાસેથી પૈસા પડાવ્યા
- ઈન્ફોસિટી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો
- પૈસા લઈ પાસ કરાવવા સંદર્ભે 5 શખ્સોની ધરપકડ
ગાંધીનગર : પોલીસ ભરતી પરીક્ષામાં પૈસા લઈને ગેરરીતિથી પાસ કરાવવાના બહાને પૈસા લેતી ટોળકીની ધરપકડ કર્યા બાદ ફરી સિનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરિતી કરતા શખ્સોનો ભેદ ઉકેલાયો છે. ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળ સિનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ કરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પી. પી. વાઘેલા PI ઇન્ફોસિટી અને તેમના ડી સ્ટાફે ગૌણ સેવા પસંદગી મંડળના શખ્સોને ઝડપી લીધા છે. જેમાં એક મહિલા સહિત 5 શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલાયા છે.
આ પણ વાંચો : ACBની લાંચિયાઓ સામે લાલ આંખ, સિનિયર ક્લાર્ક 1.30 લાખની લાંચ લેતા ઝડપાયા
ડેપ્યુટી કલેક્ટરના નામે હોટેલમાં રૂમ બૂક કરાવ્યો
આ શખ્સોએ હોટેલ હિલ્ટન અને મિડલ ટાઉનમાં વિદ્યાર્થીઓને ટ્રેનિગના નામે રાખવામાં આવ્યા હતા. પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે. જેમાં હેત્વી પટેલ રહે નવસારી, નીરજ ગરાસીયા, પ્રણવ પટેલ રહે ગાંધીનગર, કુણાલ મહેતા, બંસીલાલ પટેલ સહિત પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં વલસાડના ડેપ્યૂટી કલેક્ટર નવસારીના નામે નીરજ નામના શખ્સે હોટેલમા રુમ બુક કરાવેલો હતો. જેઓ ગૌણ સેવા પસંદગી મંડળના નામે ઠગાઈ કરતા હતા. હાલ પોલીસે છેતરપિંડીની કલમો લગાવીને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : પાટણમાં સિનિયર ક્લાર્ક લાંચના ગુનામાં ACBના છટકામાં પકડાયો
પરીક્ષામાં પાસ કરાવવા માટે ઉમેદવારો પાસેથી 80થી 90 લાખ રૂપિયા પડાવ્યા છે
આ શખ્સોએ ગૌણ સેવા પસંદગી મંડળ સિનિયર ક્લાર્કની પરીક્ષામા પાસ કરાવવા માટે પૈસા લઇને 80થી 90 લાખ રુપિયા પડાવ્યા હતા. 260 ઉમેદવારોનો સંપર્ક કરીને તેમને ટ્રેનીંગ આપવાના બહાને નકલી ઓળખકાર્ડ આપીને હોટેલમાં 1 જૂનથી રાખેલા હતા. આરોપીઓએ નકલી ઓળખપત્રો છપાવેલા હતા. એડીશનલ હેલ્થ કમિશ્નર ભારત સરકારનું પણ કાર્ડ પણ આરોપી હેત્વી પટેલ પાસે હતું. મોટાભાગના વિદ્યાર્થીઓ જેને ફસાવાયા હતા તે દક્ષિણ ગુજરાતના છે. હેત્વી પટેલ પોતે પણ ગત પરીક્ષામા ઉમેદવાર હતા. આંદોલન સમયે વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા હતા.