ગાંધીનગર :રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યો પૈકી પાંચ ધારાસભ્યોએ આજે ભાજપ પક્ષમાં સત્તાવાર એન્ટ્રી કરી હતી જ્યારે બાકી ત્રણ ધારાસભ્યો બાબતે હજી સુધી કોઈ જ ખુલાસો કરવામાં નથી આવ્યો. બાકીના ત્રણ ધારાસભ્યો ક્યારે ભાજપમાં જોડાશે તેના જવાબમાં ભાજપા પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ભાજપ પક્ષ તમામ લોકો માટે ખુલ્લો છે. કોઈપણ વ્યક્તિ ભાજપ પક્ષમાં જોડાઈ શકે છે જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષની અંદર ચાલતી રાજરમત અને આંતરિક ઝઘડાના કારણે રાજીનામું આપ્યું છે. જ્યારે રાજ્યસભાના ઇલેક્શન દરમિયાન કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને રિસોર્ટમાં લઈ ગયા હતાં ત્યારે પણ બંને ઉમેદવારો નહીં પરંતુ કયા ઉમેદવારોને જીતાડવાં તે બાબત પણ ઝઘડાઓ ચાલી રહ્યાં હોવાના આક્ષેપો કર્યા હતાં.
કોંગ્રેસના 5 ધારાસભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો, હવે વિકાસ વધુ થશેના મંત્ર સાથે ભાજપ પક્ષની વાહવાહી કરી - Gujarat BJP
રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પક્ષમાંથી 8 જેટલા ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું ત્યારે તે આઠ સભ્યો પૈકી પાંચ ધારાસભ્યોએ આજે ગાંધીનગર કમલમ ખાતે કેસરીયો ધારણ કરીને ભાજપના વિકાસ ગાથામાં વધુ પીછાં ઉમેર્યા હતાં. સાથે જ હવે વિસ્તારમાં વિકાસ વધુ થશેના નારા સાથે ભાજપનો કેસરિયો ખેસ પણ ધારણ કર્યો હતો.