- છેલ્લા 24 કલાકમાં 4773 પોઝિટિવ કેસ નોંધાયા
- રાજ્યમાં 8308 દર્દીઓ કોરોનાને આપી મ્હાત
- છેલ્લા 24 કલાકમાં 64 દર્દીઓના થયા મોત
ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો. ત્યારે, મે મહીનાના હવે સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 4773 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે, આજે ગુરૂવારે સૌથી વધુ 8308 દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે. આ સાથે, છેલ્લા 24 કલાકમાં 64 જેટલા દર્દીનું કોરોનાથી મોત નોંધાયા છે.
આ પણ વાંચો: મહાત્મા મંદિરમાં 850 બેડની કોવિડ હોસ્પિટલ બનશે, 625 ઓક્સિજન બેડ, 225 ICU બેડ હશે
અમદાવાદમાં કોરોના કેસમાં થયો નોંધપાત્ર ઘટાડો
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના કોરોના આંકડા પ્રમાણે, છેલ્લા ઘણા દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5000થી વધુ જ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હતા. જ્યારે, આજે ઘણા દિવસો બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 1079 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે, 909 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. આ ઉપરાંત, બરોડા 422, સુરત 297 અને રાજકોટમાં 192 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે 1,37,172 વ્યક્તિનું રસીકરણ
રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. પરંતુ, રાજ્યમાં પ્રવર્તમાન વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિમાં આરોગ્ય તંત્ર સ્ટેન્ડ બાય હોવાને અનુલક્ષીને સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણની કામગીરી સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આથી આ કામગીરી આજે ગુરૂવારેથી ફરી શરૂ કરવામાં આવી છે. જેમાં આજે 1,37,172 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,49,50,228 વ્યક્તિને રસી આપવામાં આવી છે.
આ પણ વાંચો: હવે ઘરે બેઠા થશે કોરોના ટેસ્ટ, પુણેની માય લેબ કંપનીએ બનાવી કીટ
રાજ્યમાં રિકવરી રેટ 87.32 ટકા સુધી પહોંચ્યો
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, કુલ 89,018 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં, 716 વેન્ટિલેટર પર અને 88,302 દર્દીઓ સ્ટેબલ છે. આ ઉપરાંત, અત્યાર સુધીમાં 9404 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે, અત્યાર સુધીમાં કુલ 6,77,798 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ, ગુજરાતમાં રિકવરી રેટ 87.32 ટકા સુધી પહોંચ્યો છે.