- સાયબર ગુનાઓ ઘટાડવા માટે વોલિયન્ટરોની મદદ લેવાઈ
- વિદ્યાર્થીઓ, પ્રોફેસરો સહિતનાં તજજ્ઞોની લેવામાં આવશે મદદ
- સાયબર વોલિયન્ટર, સાયબર ગુરુ અને સાયબર વોરિયર્સ હવે એક સાથે કામ કરશે
ગાંધીનગર: વર્તમાન સમયમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સહિતનાં ઈલેક્ટ્રીક માધ્યમનો ઉપયોગ એટલો બધો વધી ગયો છે કે તેનાથી કોઈપણ ગુનાને અંજામ આપી શકાય છે. વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે સાયબર ક્રાઈમને ઘટાડવા અને લોકોને સાયબર ક્રાઈમથી દૂર રાખવા માટે ગુજરાત રાજ્યનાં સાયબર વિભાગ દ્વારા ખાસ પગલાં અને પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં લઇને ગુજરાત સીઆઇડી ક્રાઇમ અને સાયબર ક્રાઇમ દ્વારા 4500 જેટલા સાયબર વોલિયન્ટર, સાયબર ગુરુ અને સાયબર વોરિયર્સની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાતમાં સાયબર ક્રાઈમને ઘટાડવા 4500 વોલેન્ટિયર્સ કામે લાગ્યા રાજ્યમાં 13 જેટલા સાયબર પોલીસ સ્ટેશન કાર્યરતCID ક્રાઇમનાં DG ટી.એસ.બીસ્ટે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં સાયબર ક્રાઈમને અટકાવવા માટે અને લોકોને સાયબર ક્રાઈમમાં ન્યાય અપાવવા માટે કુલ 13 જેટલા સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાંથી 9 જેટલી રેન્જમાં પોલીસ સ્ટેશન કાર્યરત થયા છે અને ચાર મહાનગરપાલિકા વિસ્તારમાં સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં નવી ટેક્નોલોજીનાં સાધનોનો ઉપયોગ કરીને સાયબર ક્રાઈમ ડિટેકશન કરવામાં આવી રહ્યું છે.
પ્રોફેસરો અને વિદ્યાર્થીઓની મદદથી સાયબર સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ પ્રસરાવાશેતેઓએ વધુમાં જણાવ્યું હતું ,કે સાયબર ગુનાઓ ને ઘટાડવા માટે અને લોકોને સાયબર અંગેનું નોલેજ આપવા માટે સાથે જનજાગૃતિનાં કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત સાયબર ક્રાઇમમાં 4500 જેટલા વોલિયન્ટર્સની નિમણૂંક કરવામાં આવી છે. આ વોલિયન્ટર્સમાં સાયબર એકસપર્ટ, સાયબર ગુરુનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે સામાન્ય લોકોને સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટેની સમજણ આપશે. જ્યારે આવનારા સમયમાં 6000 જેટલા લોકોને આ કેમ્પેનમાં જોડાશે.