ગાંધીનગરઃ કોરોના વાઇરસના 28 એપ્રિલના રોજ ગાંધીનગર શહેરમાં 2 અને ગ્રામ્ય વિસ્તારમાં 2 કેસ સામે આવ્યા છે, જેમાં ભૂતકાળમાં આલમપુર APMCના સેક્રેટરી યજ્ઞેશ પટેલ સંક્રમિત થયા હતા, ત્યારે આજે તેમની 30 વર્ષીય પત્ની ભોગ બની છે, તેમના પત્ની હાલમાં પ્રેગનેન્ટ છે. બીજી તરફ બે દિવસ પહેલા સેક્ટર 3Cમાં એક મહિલા પોઝિટિવ આવી હતી. ત્યારબાદ તેમના પતિ અને પુત્ર પોઝિટિવ આવ્યા છે. ત્યારે આજે આ મહિલાનો 13 વર્ષીય પૌત્ર કોરોનાનો ભોગ બન્યો છે.
સેક્ટર 8Cમાં 29 વર્ષીય ડોક્ટર યુવતી સંક્રમિત થઈ છે જેને ગાંધીનગર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ અગાઉ ઝુંડાલ PHCમાં ફરજ બજાવતા ફાર્માસિસ્ટ ખોરાણા પોઝિટિવ આવ્યા હતા અને તેમની 29 વર્ષીય પત્ની પણ કોરોના પોઝિટિવ આવી છે, જેને કોલવડા આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ યુવતીને કોબા પ્રેક્ષા ભારતી ખાતે કોરોનટાઇન કરવામાં આવી હતી. ત્યારે આજે ગાંધીનગર જિલ્લામાં નવા વધુ 4 કેસ આવતા આંકડો 35 થયો છે.