ETV Bharat / city

રાજયમાં 24 કલાકમાં કોરોનાના નવા 39 કેસ નોંધાયા, રવિવારે વેપારીઓ માટે સ્પેશિયલ વેક્સિનેશન ડ્રાઇવ

author img

By

Published : Jul 24, 2021, 10:19 PM IST

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 39 કેસ નોંધાયા છે. જ્યારે 41 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં આજે શનિવારે કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી.

રાજયમાં 24 કલાકમાં કોરોનાના નવા 39 કેસ નોંધાયા

  • રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ
  • રાજ્યના તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10થી નીચે
  • છેલ્લા 24 કલાકમાં 39 પોઝિટિવ કેસ નોંધાયા
  • 41 દર્દીઓએ કોરોનાને માત આપી

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે શનિવારે રાજ્યમાં 40 થી પણ ઓછા કેસ સામે આવ્યાં છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 39 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે શનિવારે 41 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું નથી. રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિતમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજકોટ, ભાવનગર અને જામનગર કોર્પોરેશનમાં એક પણ કેસ નોંધાયા નથી

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 5 કોર્પોરેશન અને 10 જિલ્લાના વિસ્તારોમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિતમાં કેસ નોંધાયા છે. જ્યારે બાકીના તમામ જિલ્લાઓ અને રાજકોટ, ભાવનગર અને જામનગર કોર્પોરેશનમાં એક પણ કેસ નોંધાયા નથી. જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 10 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 11 દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કાપા વેરિયન્ટના 5 કેસ

રાજયમાં કોવિડ 19 અંર્ગત કાપા વેરીયન્ટના 5 કેસ નોંધાયા છે. જેમાં જામનગરમાં 3, ગોધરામાં 1 અને મહેસાણામાં 1 કેસ નોંધાયા છે. આ કેસો માર્ચ મહિના અને જૂન મહિનાના મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા હવે તમામ લોકોનું સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે.

રવિવારે વેપારીઓ માટે સ્પેશિયલ વેક્સિનેશન ડ્રાઈવ

22 જુલાઈ ગુરૂવારના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં 25 જુલાઈના રોજ રવિવારે ખાસ વેપારીઓ માટે વેક્સિનેશનની કામગીરી રાજ્યના 1800 થી વધુ કેન્દ્રો પર કરવામાં આવશે. મહત્વનું છે કે, રાજ્ય સરકાર દ્વારા વેપારીઓ અને કર્મચારીઓ માટે વેક્સિન લેવાની 30 જુલાઈ અંતિમ તારીખ આપવામાં આવી છે. ત્યાં સુધીમાં વેપારી અને કર્મચારીઓએ ફરજિયાત વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. ત્યારબાદ પોલીસ તપાસમાં એક પણ વેપારી વેક્સિનનો એક પણ ડોઝ વગર ઝડપાશે તો તેઓ રાજ્યમાં વેપાર કરી શકશે નહીં.

આજે 2,96,092 રસીકરણ થયું

રાજ્યમાં આજે 24 જુલાઈના રોજ 3,55,953 વ્યક્તિને રસી આપવામાં આવી છે, રાજ્યમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 3,13,07,617 થઈ છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18 થી વધુ ઉંમરના કુલ 1,54,865 નાગરિકને પ્રથમ ડોઝ અને 22,443 નાગરિકોને બિજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 400 થી નીચે

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 342 એક્ટિવ કેસ છે. જેમાં 05 વેન્ટિલેટર પર અને 337 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,076 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,14,265 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતનો રિકવરી રેટ 98.74 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.