ETV Bharat / city

કલોલના પલોડિયા ગામમાં ધાર્મિક પ્રસંગમાં ભીડ એકઠી થતા 35 લોકો વિરુદ્ધ ફરિયાદ - kalol police

કલોલના પલોડિયા ગામમાં ધાર્મિક પ્રસંગોમાં ભીડ એકઠી થતા 35 લોકો વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે. બડીયાદેવના મંદિરમાં પાણી ચડાવવાના લોકોએ સરઘસ કાઢ્યું હતું. આ માટે, 125થી વધુ લોકોએ ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો.

કલોલના પલોડિયા ગામમાં ધાર્મિક પ્રસંગમાં ભીડ એકઠી થતા 35 લોકો વિરુદ્ધ ફરિયાદ

author img

By

Published : May 13, 2021, 5:33 PM IST

  • 125થી વધુ લોકોએ કોરોના ગાઇડલાઇનનો ભંગ કર્યો
  • બડીયાદેવના મંદિરમાં લોકોએ સરઘસ કાઢ્યું હતું
  • હજુ પણ ઓળખ કરી અન્ય વિરુધ ગુનો નોંધાશે

ગાંધીનગર: જિલ્લામાં થોડા દિવસ અગાઉ પલોડિયા ગામમાં ધાર્મિક ઉત્સવની ઘટના સામે આવી હતી. જેમાં, લોકો બળિયાદેવના મંદિરમાં પાણી ચઢાવવા માટે ભેગા થઈને સરઘસ કાઢ્યું હતું. આથી, નિયમોનું ઉલ્લંઘન કરતા પોલીસે 35 વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. રાજ્યમાં અનેક જગ્યાએ ધાર્મિક પ્રસંગોમાં લોકોના ટોળા ભેગા થવાના કિસ્સા સામે આવ્યા છે. વધુમાં તેના વીડીયો વાયરલ થાય છે. આ પ્રકારના ધાર્મિક ઉત્સવોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગેરે જેવા નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યુ છે. ત્યારે, પોલીસ હરકતમાં આવી છે.

કલોલના પલોડિયા ગામમાં ધાર્મિક પ્રસંગમાં ભીડ એકઠી થતા 35 લોકો વિરુદ્ધ ફરિયાદ

આ પણ વાંચો: ધર્મ ગમે તે હોય પણ માણસો ક્યાં સુધરે છે!

ગાઇડલાઇનથી વિરૂદ્ધ જઈને લોકો બડીયાદેવનાં મંદિરમાં પહોંચ્યા

અત્યારની પરિસ્થિતિને જોતા નિયમનું ઉલ્લંઘન કરવું અને ગાઇડલાઇનનું પાલન ન કરી કોરોનાનું સંક્રમણ વધારવું એ વ્યાજબી નથી. પરોડીયા ગામના લોકોએ ગામમાં ફરી બડીયાદેવના મંદિર સુધી સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેમાં, મોટાભાગનાએ માસ્ક પણ પહેર્યું ન હતું. આથી, સરેઆમ નિયમનો ભંગ કર્યો હોવાથી પોલીસે માસ્ક ન પહેરેલા તેમજ આ નિયમનું ઉલ્લંઘન કરેલા 35 વિરુદ્ધ ગુનો દાખલ નોંધ્યો હતો. આથી, પોલીસ 14 જેટલા લોકોને ત્યાંથી પકડી લાવી છે. જ્યારે, હજી પણ તપાસ ચાલી રહી છે. જેની ઓળખ થશે તેમ ગુનો નોંધવામાં આવશે.

આ પણ વાંચો: લુણાવાડા અને કડાણામાં લગ્ન પ્રસંગમાં કોવિડ ગાઇડલાઇન અને જાહેરનામાનો ભંગ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો

માથે બેડા લઈને મંદિર પહોંચેલી મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

ડી.જે. ઢોલના તાલે માથે બેડા લઈને લોકો મંદિર પહોંચ્યા હતા. લોકોએ બડીયાદેવને પાણી ચઢાવવાના બહાને સરઘસ કાઢ્યું હતું. જેમાં, માથે બેડા લઈને આવેલી 19 મહિલા વિરુધ ગુનો નોંધાયો છે. પોલીસે તેમનો બચાવ કરતા જણાવ્યું હતું કે, અમે જિલ્લામાં સરપંચને સૂચન કર્યું છે. આ ઉપરાંત, વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યા છે. છતાં તેઓ જાણ બહાર આ રીતે કોઈને ખબર ન પડે તેમ ધાર્મિક ઉત્સવો કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.