ETV Bharat / city

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 કેસો, 3,27,046 લોકોને આપવામાં આવી વેક્સિન

તહેવારોની સીઝન (Festive Season) ચાલી રહી છે અને બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો કોરોના (Coronavirus) જતો રહ્યો હોય તે રીતે અત્યારે બેખોફ થઈને ફરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોરોનાના કેસો (Corona Cases)ઓ ધીમે ધીમે વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30 કોરોનાના કેસો આવ્યા છે. દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસો વધશે તેવી શક્યતાઓ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 કેસો, 3,27,046 લોકોને આપવામાં આવી વેક્સિન
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 કેસો, 3,27,046 લોકોને આપવામાં આવી વેક્સિન
author img

By

Published : Nov 2, 2021, 10:17 PM IST

  • રાજ્યમાં કોરોનાના કેસોમાં ધીમી ગતિએ થઈ રહ્યો છે વધારો
  • આજે 30 પોઝિટિવ કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 200 નજીક
  • અમદાવાદમાં કોરોનાના 7 કેસ નોંધાયા

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેર (Second Wave Of Corona) બાદ કોરોના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે, ત્યારે આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો કોરોનાના નવા 30 કેસો નોંધાયા છે. રાજ્યના કોર્પોરેશન અમદાવાદ (Ahmedabad Corporation)માં કોરોનાના 7 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 3 , વડોદરામાં 7 કેસો નોંધાયા છે.

વલસાડમાં કોરોનાના કેસો વધ્યા

ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસથી વલસાડમાં કેસો વધી રહ્યા છે. વલસાડમાં આજે 4 પોઝિટિવ કેસો નોંધાયા છે. તો નવસારી-જૂનાગઢમાં 3-3 કેસો નોંધાયા છે. રાજકોટ કોર્પોરેશનમાં 1 જ કેસ નોંધાયો છે. કોરોના પોઝિટિવના તમામ શહેરોમાં સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક સમયથી અન્ય જિલ્લાઓમાં પણ કેસો નહિવત પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. સારવાર દરમિયાન એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

મોટાભાગના જિલ્લાઓમાં કોરોનાના જીરો કેસ

રાજ્યમાં 27 લોકોનો હોસ્પિટલમાંથી કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવતા રજા આપવામાં આવી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી કેટલાક જિલ્લાઓને બાદ કરતા મોટાભાગના જિલ્લાઓમાં કોરોનાના જીરો કેસ નોંધાયા છે. મહત્વનું છે કે આજે 3 લાખ કરતા વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કોરોના વેક્સિનના 7,13,28,377 ડોઝ આપવામાં આવ્યા છે.

આજે 29,524 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો

2 નવેમ્બરના રોજ એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 3,27,046 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આજે ગુજરાતમાં 18થી 45 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 29,524 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 1,90,367ને બીજી ડોઝ આપવામાં આવ્યો હતો.

6 દર્દીઓ વેન્ટિલેટર પર

વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 199 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 06 વેન્ટિલેટર પર અને 193 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,090 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,16,338 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે દિવાળીમાં માર્કેટમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે ફરીવાર કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સાવચેતી રાખવી જરૂરી છે.

આ પણ વાંચો: હજીરા ટુ દીવ ક્રૂઝમાં દારૂ અને જૂગાર મામલે વિવાદ, પોલીસના આંખ આડા કાન

આ પણ વાંચો: ઓનલાઇન શોપીંગ કરતા હોવ તો ચેતી જજો: સુરતની યુવતીએ ઓનલાઇન શોપીંગમાં ગુમાવ્યાં લાખો રુપિયાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.