ગાંધીનગરઃ ગાંધીનગર મહાપાલિકાની સ્થાપના વર્ષ 2011માં કરવામાં આવી હતી. તે સમયે 11 વોર્ડ અને 33 કાઉન્સિલરો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2016માં ચૂંટણી યોજાઈ ત્યારે 8 વોર્ડ અને 32 કાઉન્સિલરો સમાવેશ કરાયો હતો. જેમાં એક વોર્ડમાં ચાર કાઉન્સિલરો નક્કી કરવામાં આવ્યાં હતાં. હાલમાં પણ આ જ પ્રમાણે મહાનગરપાલિકામાં સભ્યોની સંખ્યા છે. ત્યારે તાજેતરમાં જ ગાંધીનગર મહાનગરપાલિકામાં 18 ગામડાં અને એક પેથાપુર નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેને લઇને રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા આજે નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
નવા સીમાંકન મુજબ કાઉન્સિલરની સંખ્યા 44 થશે. જેમાં 22 બેઠકો મહિલા અનામત માટે રાખવામાં આવી છે. તેમાં 5 એસસી માટે બેઠક ફાળવવામાં આવી છે. જેમાં 3 મહિલાનો સમાવેશ થશે, જ્યારે 1એસટી બેઠક ફાળવવામાં આવી છે, તેની સાથે જ 4 ઓબીસી બેઠકોનો સમાવેશ કરાયો છે, જેમાં 2 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.