ETV Bharat / city

31 ડિસેમ્બરે ગાંધીનગરમાં 29 લોકો પીધેલી હાલતમાં ઝડપાયા - ડીવાયએસપી

રાજ્યમાં 31 ડિસેમ્બરની ઉજવણી દર વર્ષે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે 31મી ડિસેમ્બરની ઉજવણી નહીં કરવાની જાહેરાત કરી હતી, ઉપરાંત ગૃહ વિભાગે પણ પોલીસને કડક આદેશ આપ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ ઉજવણી કરે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જ 31 ડિસેમ્બરની રાત્રે ગાંધીનગર પોલીસે 29 વ્યક્તિઓને દારૂના નશામાં ઝડપાયા હતા.

ગાંધીનગરમાં 31 ડિસેમ્બરે 29 લોકો પીધેલા ઝડપાયા

author img

By

Published : Jan 1, 2021, 3:41 PM IST

Updated : Jan 1, 2021, 3:56 PM IST

  • રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 29 લોકો પીધેલી હાલતમાં પકડાયા
  • ગાંધીનગરમાં 42 જેટલા ચેક પોસ્ટ રખાયા હતા
  • એક પણ ફાર્મ હાઉસમાં દારૂ મહેફિલ સામે ના આવી
  • મરર્ક્યુરી ગ્રાન્ડમાં આયોજીત પાર્ટી પણ કરાઈ હતી રદ

ગાંધીનગર: આ વર્ષે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે 31મી ડિસેમ્બરની ઉજવણી નહીં કરવાની જાહેરાત કરી હતી, ઉપરાંત ગૃહ વિભાગે પણ પોલીસને કડક આદેશ આપ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ ઉજવણી કરે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે, જ્યારે ગુજરાત રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ છે. ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જ 31 ડિસેમ્બરની રાત્રે ગાંધીનગર પોલીસે 29 વ્યક્તિઓને દારૂના નશામાં ઝડપ્યા હતા.

31 ડિસેમ્બરે ગાંધીનગરમાં 29 લોકો પીધેલી હાલતમાં ઝડપાયા

ગાંધીનગર પોલીસે 42 ચેક પોસ્ટ કરી હતી ઉભી

પોલીસ સુરક્ષાની મામલે ઈટીવી ભારત સાથે ગાંધીનગર ડીવાયએસપી એમ.કે.રાણાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, ગાંધીનગર પોલીસ દ્વારા શહેરમાં કુલ 42 જેટલા એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી હતી, જેમાં મોડી રાત્રે ગાંધીનગરમાં આવતા અને જતા લોકોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સાથે જ સતત પેટ્રોલિંગ દરમિયાન કુલ 29 જેટલા લોકોની દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરવામાં આવી છે.

એક પણ મહેફિલના કેસો નહીં

રાણાએ વધુમાં જણાવ્યું હતું કે ગાંધીનગર શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું હતું, જ્યારે ગાંધીનગર શહેર પાસે આવેલા ફાર્મ હાઉસમાં પણ ગાંધીનગર પોલીસ ખરા બપોરથી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે રાત્રી દરમિયાન પણ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક પણ દારૂની મહેફિલ ના કેસ સામે આવ્યા નથી.

ગિફ્ટ સિટીમાં આવેલ ગ્રાન્ડ મરક્યુરી હોટેલમાં ડાન્સ પાર્ટી રદ કરાવી

૩૧ ડિસેમ્બરની ઉજવણીમાં હોટેલોમાં ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે જ ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે આવેલ ગ્રાન્ડ મર્ક્યુરી હોટેલમાં પણ 31 ડિસેમ્બરની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 40 કપલને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ પોલીસને આ વાતની જાણ થતા પાર્ટીનું આયોજન થાય તે પહેલા જ સાંજના સમયે ગ્રાન્ડ મર્ક્યુર હોટલમાં પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને પાર્ટી રદ કરાવી હતી.

Last Updated : Jan 1, 2021, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.