ETV Bharat / city

25,000 પોલીસ કર્મચારી ચૂંટણી કામગીરીમાં જોડાયા, 47,000 લોકોની કરાઈ અટકાયત, 7.5 કરોડનો દારૂ જપ્ત - gujarat police

21 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર બરોડામાં કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે આજે શુક્રવારે 48 કલાક પહેલાં જ આ 6 મહાનગરપાલિકામાં સંપૂર્ણ આદર્શ આચાર સંહિતા લાગુ પાડી દેવામાં આવી છે. જેથી પોલીસની કામગીરી અંગે રાજ્યના DGP આશિષ ભાટિયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ 25,000થી વધુ પોલીસ કર્મીઓ હાજર છે, જ્યારે અત્યાર સુધીમાં 6 કોર્પોરેશન વિસ્તાર અને બોર્ડર પરથી કુલ 7 કરોડથી વધુનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.

25,000 પોલીસ કર્મચારી ચૂંટણી કામગીરીમાં જોડાયા

author img

By

Published : Feb 19, 2021, 10:43 PM IST

  • રાજ્યના 6 મહાનગરપાલિકામાં આદર્શ આચાર સંહિતા લાગુ
  • પોલીસને કરાઈ સ્ટેડન બાઈ
  • 6 કોર્પોરેશન વિસ્તારમાં 25,000 પોલીસ કર્મચારી ચૂંટણી કામગીરી જોડાયા
  • 7.5 કરોડના દારૂ અને 47,000 લોકોની અટકાયત કરાઈ

ગાંધીનગર: 21 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર બરોડામાં કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે આજે શુક્રવારે 48 કલાક પહેલાં જ આ 6 મહાનગરપાલિકામાં સંપૂર્ણ આદર્શ આચાર સંહિતા લાગુ પાડી દેવામાં આવી છે. જેથી પોલીસની કામગીરી અંગે રાજ્યના DGP આશિષ ભાટિયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ 25,000થી વધુ પોલીસ કર્મીઓ હાજર છે, જ્યારે અત્યાર સુધીમાં 6 કોર્પોરેશન વિસ્તાર અને બોર્ડર પરથી કુલ 7 કરોડથી વધુનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.

25000 પોલીસ કર્મચારી ચૂંટણી કામગીરીમાં જોડાયા

કેટલી પોલીસ રહેશે ચૂંટણીમાં હાજર

આશિષ ભાટિયા પત્રકાર પરિષદ યોજીને કોર્પોરેશનની ચૂંટણી બાબતે જાહેરાત કરી હતી કે, કુલ 287 સેક્ટર મોબાઇલ ટીમ ગોઠવવામાં આવી છે, જ્યારે 136 જેટલી રિસ્પોન્સ ટીમ કાર્યરત રહેશે. આમ 21,770 પોલીસ ઉપરાંત 15530 હોમગાર્ડ 30 SRPની ટીમ ઉપરાંત 14 SRPની વધારાની ટીમ સહિતના કુલ 25,000 જેટલા પોલીસ કર્મચારી, 15,000 હોમગાર્ડના જવાનો અને 44 SRPપી કંપની ચૂંટણીમાં તૈનાત રાખવામાં આવશે.

47,000 લોકો વિરુદ્ધ લેવામાં આવ્યા અટકાયતી પગલાં

લોકલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો અને ગુંડાગીરી કરતા લોકો વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે. જે બાબતે રાજ્યના DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા વિસ્તારમાં આશરે 47,000 જેટલા અટકાયતી પગલાં લેવામાં આવ્યાં છે. આ ઉપરાંત જે અસામાજિક તત્વો વિરુદ્ધ પગલાં લેવાની જરૂર હતી તેવા મહાનગરપાલિકા વિસ્તારમાં 7000 જેટલા ઈસમો વિરુદ્ધ પાસા ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા છે. આમ સમગ્ર રાજ્યમાં આ કલમ હેઠળ કુલ 25,800 જેટલા ઈસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, જ્યારે ચૂંટણીના જાહેરનામા બાદથી આ જ દિવસ સુધીમાં કોઈ 18, 175 વોરંટની બજવણી પણ કરવામાં આવી છે.

સ્ટેટ બોર્ડર પર ઉભી કરાઈ 97 ચેક પોસ્ટ

આશિષ ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સ્ટેટ બોર્ડર પર કુલ 97 જેટલી ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલી સાથે સંકળાયેલી આંતર રાજ્ય સરહદ ઉપર કુલ 97 જેટલી ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે. જેમાં ચૂંટણીના જાહેરનામા બાદ કુલ 7 કરોડથી વધુની કિંમતનો દારૂ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ કોર્પોરેશન વિસ્તાર અને પંચાયત વિસ્તારમાં કુલ 16 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

EVM સ્ટ્રોંગ રૂમની જવાબદારી SRPFની

આશિષ ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે EVM સ્ટ્રોન્ગ રૂમની સુરક્ષા સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સને આપવામાં આવી છે. આ EVM સ્ટ્રોન્ગ રૂમની બહાર SRPFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે ચૂંટણીના દિવસે કોઇ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય રહે તે સુનિશ્ચિત કરવા સમગ્ર રાજ્યમાં તમામ પોલીસ એકમોમાં રાખવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું કે, મતદાનના દિવસે પણ કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.

ચૂંટણીમાં કોરોના જાહેરનામું ભંગના 4 કેસ

કોરોનાકાળ દરમિયાન ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે રાજ્યની પોલીસ દ્વારા કુલ 4 કેસ જાહેરનામા ભંગના કરવામાં આવ્યા છે. રાજકીય પાર્ટી અથવા તો કોઈ નેતા દ્વારા કોરોના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય તે દરમિયાન ફક્ત 4 જ કેસ ગુજરાત પોલીસને ધ્યાનમાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.